Home ગુજરાત ધૂળચોંડનો યુવાન ગૌર્યા ગામે વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો

ધૂળચોંડનો યુવાન ગૌર્યા ગામે વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો

46
0

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધૂળચોંડ ગામનાં યુવાનનું પરિવારજનો દ્વારા લગ્ન ન કરી આપતા આ યુવાનની લાશ પ્રેમિકાના ગામ ગૌર્યામાં ખેતરમાં વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં અરેરાટી મચી ગઈ છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આહવા તાલુકાના ધૂળચોંડ ગામે રહેતા વિશાલભાઈ કમલેશભાઈ રાઠોડને ગૌર્યા ગામનાં કુંભીપાડા ગામે રહેતી હેતલ સાથે આજથી એક વર્ષ પૂર્વે પ્રેમસંબંધ બંધાયો હતો.

વધુમાં આ બન્ને પ્રેમીપંખીડાઓ પરિવારને અવગણીને સાથે જ રહેતા હતા. યુવાન વિશાલ રાઠોડનાં માતા-પિતા દ્વારા થોડા સમય પછી લગ્ન કરવાનું કહેતા હતા પરંતુ તેઓ માનતા ન હતા અને વિશાલભાઈ રાઠોડ રાત્રિનાં મોટાભાઈની બાઈક પર સવાર થઈ ગૌર્યાનાં કુંભીપાડામાં હેતલને મળવા ગયો હતો. યુવાન વિશાલ રાઠોડે ગતરોજ ગૌર્યા ગામનાં કુંભીપાડા ફળિયાનાં જાનુભાઈ ગાવિતનાં ખેતરનાં દૂર સાગના વૃક્ષ પર ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળતા ચકચાર મચી ગઇ હતી.

આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજાે મેળવી તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક યુવાનનાં પિતા કમલેશભાઈ સોમા રાઠોડની ફરિયાદનાં આધારે વઘઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field