(જી.એન.એસ) તા. 31
અમદાવાદ,
ગુજરાતના લાખો ખાતેદાર છેલ્લા બે-ત્રણ દિવસથી ખૂબ હેરાન થઈ રહ્યા છે. તેનું કારણ છે કે, રાજ્યની લગભગ 42 થી વધુ જિલ્લા સહકારી અને અર્બન બેન્કોની કામગીરી ઠપ થઈ છે. તમામ બેન્કોમાં કામગીરી ઠપ થઈ હોવાના કારણે રાજ્યની 45 જેટલી બેન્કોના લાખો ખાતેદાર સમસ્યામાં મુકાયા છે. આજે સતત ત્રીજા દિવસે પણ સહકારી બેંકોના ક્લિયરિંગ બંધ રહ્યા છે. મળતી માહિતીના અનુસાંર, સોફ્ટવેરમાં રેન્સમવેર નામનો વાયરસ આઈડેન્ટીફાય થતા આ સમસ્યા સર્જાઈ હતી. પરંતુ હવે ગુજરાત સ્ટેટ કૉ.ઑ. બેંકના ચેરમેનએ આ બાબતે સ્પષ્ટતા આપી છે.
ગુજરાતની 42 થી વધુ બેન્કોના લાખો ખાતેદાર તમામ જિલ્લા સહકારી અને અર્બન બેન્કોની કામગીરી ઠપ થવાથી છેલ્લા ત્રણ દિવસથી પરેશાન છે. સહકારી બેંકોમાં સ્ટેટ કૉ.ઑ. બેંકનો IFSC કૉડ વપરાય છે. છેલ્લા ત્રણ દિવસથી ઑનલાઈન ટ્રાન્સફર, કલિયરિંગ સહિતની કામગીરી ઠપ થઈ છે. આ તમામ બેન્કમાં માત્ર કેશ વિડ્રોલ અને બ્રાન્ચ ટ્રાન્સફરની સર્વિસ ચાલુ છે. વધુમાં હવે IT રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ખાતેદારો સલવાયા છે, હવે ઉલ્લેખનીય છે કે અનેક ખાતેદારોને બેંકના પાપે દંડ ભરવાનો વારો આવી શકે છે. ઑનલાઈન ટ્રાન્સફર, કલિયરિંગ સહિતની કામગીરી ઠપ હોવાના કારણે જમીનના અનેક દસ્તાવેજો પણ કેન્સલ થયા છે.
ધી ગુજરાત ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેન દ્વારા આ સમગ્ર બાબતે એક સ્પષ્ટતા કેવામાં આવી હતી કે, ધી ગુજરાત ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના સૉફ્ટવેરમાં ખામી સર્જાઇ હોવાની વાત માત્ર અફવા છે તેમાં કોઈ પણ પ્રકારની સત્યતા છે નઈ તેની પર ભરોસો કરવો નઈ. વાસ્તવમાં એન્ટી વાયરસ સર્ટિફિકેટને લઈને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. વધુમાં આ મામલે બેન્કના સત્તાધીશોએ જલ્દીથી કામગીરી શરૂ થશે તેવી બાહેધરી આપવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.