Home ગુજરાત ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ રૂ.7.33 કરોડનો રોડ 6 મહિનામાં તૂટી...

ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ રૂ.7.33 કરોડનો રોડ 6 મહિનામાં તૂટી ગયો

16
0

(જી.એન.એસ) ભરૂચ,તા.૨૯

ભરૂચના આમોદમાં રૂપિયા 7.33 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ માર્ગ 6 જ મહિનામાં ખખડધજ થતા માર્ગની કામગીરીમાં ભ્રસ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભરૂચના આમોદના બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું રૂ.7.33 કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ 6 મહિના પહેલાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે રસ્તાની મજબૂતી અને ગુણવત્તાની 6 મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોને ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે. છ મહિના પહેલાં જ્યારે 7.33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ડી.કે.સ્વામીએ કહ્યું હતું કે, આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારાં 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય. જંબુસરના ધારાસભ્યે આ માર્ગને 25 વર્ષ સુધી કઈ નહિ થાય તેવી ગેરંટી આપી હતી. જોકે પેહલા જ વરસાદે માર્ગ પર ઠેર ઠેર ગાબડા અને ધોવાણ થતા વિપક્ષના આક્ષેપો વચ્ચે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતહેવારોની સિઝન અને રજાઓમાં ફરવા ભારતીય રેલવે દેશના સામાન્ય લોકો માટે મુસાફરીનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ
Next articleઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ