(જી.એન.એસ) તા. 10
નવી દિલ્હી,
આમ આદમી પાર્ટી (આપ) ને ફરી એક વાર મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી વિધાનસભાના ધારાસભ્ય કરતાર સિંહ તંવર અને દિલ્હી સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. રાજકુમાર આનંદે લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમણે કોઈપણ પાર્ટીમાં જવાની ના પાડી હતી પણ હવે સામે આવી રહ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે.
જો કે, રાજકુમાર આનંદે બીએસપીની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. ભાજપના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78,370 વોટથી જીત મેળવી હતી. તેમને 4,53,185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 3,74,815 મતો સાથે બીજા ક્રમે છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે, તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તે પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડી શકતા નહોતા.
મહત્વની વાત છે કે, દેશની રાજધાની દિલ્હીમાં 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા આ આમ આદમી પાર્ટી (આપ) માટે એક ઝટકો માનવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, રાજકુમાર આનંદે એક્સાઇઝ કેસમાં AAP કન્વીનરની ધરપકડ બાદ પાર્ટી છોડી દીધી હતી. પટેલ નગર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય આનંદની સાથે તેમના પત્ની વીણા આનંદ પણ ભાજપમાં જોડાયા હતા. આ નેતાઓ ભાજપ દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ આજે ભાજપમાં જોડાયા છે. પરંતુ તેમણે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીથી દૂરી બનાવી લીધી હતી. લોકસભા ચૂંટણી પહેલા તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ AAP છોડીને ભાજપમાં જોડાયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.