Home રમત-ગમત ધવન કરતાં આ ખેલાડીએ વિરાટની ચિંતામાં કર્યો વધારો…

ધવન કરતાં આ ખેલાડીએ વિરાટની ચિંતામાં કર્યો વધારો…

1509
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
વિરાટ કોહલીના સુકાની બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પોતાની સૌથી મુશ્કેલ સિરિઝ માટે જઇ રહી છે. ભારત અત્યાર સુધીમાં આફ્રિકામાં ક્યારેય કોઇ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. આફ્રિકાના પ્રવાસ અગાઉ જ શિખર ધવન ઇજાગ્રસ્ત થતાં વિરાટ કોહલીનું ટેન્શન વધારી દીધું છે.
પરંતુ વિરાટ કોહલીને શિખર ધવન કરતાં પણ વધારે ભારતીય બેટસમેન અજિંક્ય રહાણેના ખરાબ ફોર્મનું વધુ ટેન્શન છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ ત્યારે જ જીતી શકે છે જ્યારે બેટસમેનો ફોર્મ બતાવશે.
ભારત તરફથી ઓછામાં ઓછા બે બેટ્સમેન વધારે ક્રિઝ પર રહેશે તો જ ભારત 300 અને 350 કરતાં વધારે સ્કોર કરી શકશે. ભારતીય ટીમ અત્યારે બેટીંગમાં મજબૂત નજરમાં દેખાઇ રહી છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ માટે અજિંક્ય રહાણેનું ફોર્મ સતત ચિંતાશિલ છે.
જો કે ટીમ ઇન્ડીયાના સુકાની કોહલીથી લઇને કોચ રવિ શાસ્ત્રી રહાણેના ફોર્મનો બચાવ કરી રહ્યાં છે. ટીમના સુકાની તેમજ કોચને આશા છે રહાણેનું આફ્રિકાની સામે ફોર્મ પરત આવશે. ભારતીય ટીમ પાંચ જાન્યુઆરીથી અહી ત્રણ ટેસ્ટ ની શ્રેણી રમશે. રહાણેની કારકિર્દી જોઇએ તો 43 ટેસ્ટ મેચમાં 44.15ની સરેરાશથી 2826 રન કર્યાં છે.
રહાણેએ છેલ્લી ચાર ટેસ્ટની છ ઇનિંગ્સમાં કોઇ મોટી ઇનિંગ્સ રમી નથી. દક્ષિણ આફ્રિકા સામેની ફાસ્ટ પીચ પર ચેતેશ્વર પુજારા તેમજ રહાણે પર ભારતીય ટીમે સૌથી વધુ ભરોસો રાખવો પડશે.

Previous articleહું આખી ફિલ્મની જવાબદારી મારા ખભા પર લેવા માગતી નથીઃ તબ્બુ
Next articleઅનુપમ ખેરની ફિલ્મ જોવા મળી પોર્ન વેબસાઇટ પર, વાઇરસના કારણે થઈ મોટી ગડબડ