Home રમત-ગમત Sports ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 4-1 થી શાનદાર જીત

ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 4-1 થી શાનદાર જીત

39
0

(જી.એન.એસ),તા.૦૯

મુંબઈ,

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ઘર આંગણે રમાઈ રહી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 4-1 થી શાનદાર જીત સિરીઝ જીતી લીધી છે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી હતી. જ્યાં ભારતે એક ઈનીંગ અને 64 રનથી ઈંગ્લેન્ડ સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમે ધર્મશાળામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ ઈંગ્લીશ ટીમ 218 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. ભારતીય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ધમાલ મચાવી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 4 અને કુલદીપે 5 વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ઓપનર ઝાક ક્રાઉલીએ પ્રથમ દાવમાં અડધી સદી નોંધાવી હતી.

ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમના બેટર્સે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 477 રન નોંધાવ્યા હતા. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલે અડધી સદી નોંધાવી હતી. દેવદત્ત પડિકલે પણ 65 રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત બનાવી હકતી. સરફરાઝ ખાને 56 રન અને કુલદીપ યાદવે 30 તથા બુમરાહે 20 રન નોંધાવ્યા હતા.

આમ ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં જ ઈંગ્લેન્ડ સામે ટોસ હારીને જબરદસ્ત પ્રદર્શન કરીને વિશાળ લીડ મેળવી લીધી હતી. તો બીજા દાવમાં પણ ભારતીય ટીમના સ્પિનરોનો દબદબો જોવા મળતા ફરી ઈંગ્લીશ બેટર્સ પ્રથમ દાવની જેમ જ ઝડપથી વિકેટ ગુમાવતા 195 રનમાં જ દાવ સમેટાઈ ગયો હતો. બીજા દાવમાં જો રુટે 84 અને જોની બેયરસ્ટોએ 39 રન નોંધાવ્યા હતા. ઓલી પોપ 19 અને ટોમ હાર્ટલીએ 20 રન નોંધાવ્યા હતા.

શરુઆતથી જ ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય સ્પિનરોએ ધમાલ મચાવીને ઈંગ્લેન્ડના બેટર્સને પરેશાન કરી મુક્યા હતા. પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. આમ પ્રથમ દાવમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો. અશ્વિને બીજા દાવમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. આમ અશ્વિને ધર્મશાળા ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. જાડેજાએ બીજા દાવમાં એક વિકેટ મેળવી હતી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપહેલા જ દિવસે ‘શૈતાન’ ફિલ્મે 14.50 કરોડની કમાણી કરી
Next articleભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો