(જી.એન.એસ) તા. 4
ધંધુકા,
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ધંધુકામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નાયબ કાર્યપાલક એન્જિનીયર તરીકે ફરજ બજાવતો વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ રૂ, 1,20,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. અધિકારીઓએ તેના ઘરની ઝડતી લેતા ઘરમાંથી રોકડા રૂ.30,00,000 મળી આવ્યા હતા. શ્રીવાસ્તવને સેસન્સ કોર્ટ મિરઝાપુરમાં હાજર કરાતા કોર્ટે તેના 6 મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ કેસની વિગત મુજબ ફરિયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પુરવઠાનું સમારકામ અને નિભાવણીની કામગીરી કરે છે. આ કામગીરીના ચાર માસના બિલોમાં કપાત નહી કરી બિલો તાત્કાલિક ફોરવર્ડ કરી મંજુર થઈ આવેથી એક માસના ત્રીસ હજાર લેખે ચાર માસના રૂ. 1,20,000 ની લાંચની માંગણી શ્રીવાસ્તવે કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ 2.5.2024 ના રોજ છટકુ ગોઠવીને લાંચના નાણાં ફરિયાદી પાસેથી સ્વીકારતા શ્રીવાસ્તવને રંગેહાથ ઝડપી લીધો હતો.
બાદમાં અધિકારીઓએ આરોપી શ્રીવાસ્તવના ઘરે ઝડતી કરતા તેના ડબલ બેડના ગાદલામાં સંતાડેલા રૂ. 30,00,000 મળી આવ્યા હતા. જેને લઈને આ રકમ કબજે કરીને અપ્રમાણસર મિલકતની અલગથી તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આરોપી વૈભવ શ્રીવાસ્તવને સેસન્સ કોર્ટ મિરઝાપુર ખાતે હાજર કરાતા કોર્ટે તેના 6 મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.