Home મધ્ય ગુજરાત અમદાવાદ ધંધામાં મોટા નફાની લાલચ આપી 1.75 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર માતા, પુત્રની...

ધંધામાં મોટા નફાની લાલચ આપી 1.75 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર માતા, પુત્રની ધરપકડ, દીકરી જમાઈ ની શોધ ચાલુ

15
0

(જી.એન.એસ) તા. 20

અમદાવાદ,

ખોટી રીતે લોકો પૈસા કમાવા માટે લોકો સાથે છેતરપિંડી કરવાના રોજ નવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ દ્વારા હંસાબેન મિસ્ત્રી અને પાર્થ મિસ્ત્રી નામના માતા પુત્રે અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને પોણા બે કરોડ રૂપિયાની છેતરપિંડી આચરતા ધરપકડ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં રહેતા ભાવેશ દરજી નામના વેપારીને એક વર્ષ પહેલા સુરતના દીપેશ મકવાણા સાથે પરિચય થયો હતો. આરોપીએ પોતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાની હકીકત જણાવી વેપારીનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો. જે બાદ આણંદ ખાતે શુભમ રેસીડેન્સીમાં આવેલું મકાન પાંચ લાખમાં વેચાણ આપવાનું જણાવી 2.33 લાખ રૂપિયા મેળવ્યા હતા. પછી દીપેશ મકવાણાએ ફરિયાદીને પોતે એમ.ડી એન્ટરપ્રાઇઝ નામનું ડ્રાયફ્રૂટના ધંધાની ફર્મ ધરાવે છે અને જેનું ગોડાઉન કઠવાડા જીઆઇડીસી અને ઓફિસ નવરંગપુરામાં છે, તેવું જણાવી રોકાણ કરવાની લાલચ આપી હતી. 1.75 કરોડથી વધુ રકમ આરોપીઓએ મેળવી હતી અને બાદમાં પૈસા પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી.

તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલ વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપી દીપેશ મકવાણા સામે સુરતમાં આ જ પ્રકારની છેતરપિંડીના બે ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. આરોપી સામે આ ફરિયાદ નોંધાયા બાદ તે પરિવાર સાથે ફરાર થઈ ગયો છે. જેથી આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનામાં સામેલ દીપેશ મકવાણા, નિકિતા મકવાણા અને ધવલ મકવાણા નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ છેતરપિંડી મામલે એક વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સામેલ માતા અને પુત્રની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે આરોપી દીપેશ મકવાણાએ ફરિયાદી પાસેથી મેળવેલ રૂપિયામાંથી 1.64 લાખ પત્ની નિકિતા મકવાણાના, સાળો પાર્થ મિસ્ત્રી અને સાસુ હંસાબેન મિસ્ત્રીના ખાતામાં મેળવ્યા હતા. આ ગુનામાં ઝડપાયેલો પાર્થ મિસ્ત્રી એસ.જી હાઇવે પર કન્સ્ટ્રક્શન સાઇડમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આ મામલે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ગુનાના માસ્ટર માઈન્ડ દીપેશ મકવાણા અને તેના મોટા ભાઈ ધવલ મકવાણાએ થોડાક સમય પહેલા 10 થી 11 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું જેના પૈસા પણ આ મામલાના ફરિયાદીએ ચૂકવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ
Next articleપંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનાં કુલ 11 શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર વધુ એલર્ટ થયું