Home દેશ - NATIONAL દ.ભારતની 81 બેઠકો સર કરવા મોદીના સારથી બનશે “રજનીદેવા”…!!?

દ.ભારતની 81 બેઠકો સર કરવા મોદીના સારથી બનશે “રજનીદેવા”…!!?

873
0

– રજનીકાંત તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ લોકસભાની ચૂંટણીમાં પણ પોતાનો જાદુ પાથરશે
– તામિલનાડુની 39, આંધ્રની 25 અને તેલંગણામી 17 મળીને 81 બેઠકોમાંથી 60 બેઠકો સાથે રજનીકાંત મોદીના ટેકામાં એનડીએમાં જોડાશે..!?
તામિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજાતા સુપર સ્ટાર-મેગાસ્ટાર અને જેમના લાખો-કરોડો ચાહકો છે એવા રજનીકાંતે 2017ના છેલ્લાં દિવસે રાજકીય પાર્ટી બનાવીને રાજકારણમાં સત્તાવાર પ્રવેશની જાહેરાત કરીને દક્ષિણ ભારત સહિત સત્તાનું કેન્દ્ર બિંદુ દિલ્હીને પણ હચમચાવી નાખ્યું છે. જો કે એક નેતા હચમચ્યા નથી અને એમ કહેવાય છે કે આ નેતાના કહેવાથી જ રજનીકાંતે જયલલિતાના નિધન બાદ રાજકારણમાં સર્જાયેલા શૂન્યાવકાશને પૂરવા માટે રાજકારણમાં આવ્યાં છે. આ નેતા અન્ય કોઇ નહીં પણ જેઓ 2019ના લોકસભાની સાથે 2024ની લોકસભાની પણ તૈયારી કરી રહ્યાં છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મોદી-રજનીકાંત સારા મિત્રો હોવાનું ચર્ચાય છે ત્યારે મોદીએ રજનીકાંત ખભે બંદૂક મૂકીને તામિલનાડુ ઉપરાંત નજીકમાં આંધ્રપ્રદેશ અને તેલંગણાના લોકસભાની કુલ 81 બેઠકો માટે કમર કસી છે. આ 3 રાજ્યોની કુલ બેઠકો યુપી જેટલી( 80) છે.
રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે તામિલનાડુમાં અમ્મા જયલલિતાનું એક ચક્રી શાસન ચાલતું હતું. તેમના નિધન બાદ તેમના પક્ષ એઆઇએડીએમકેમાં સત્તાના ભાગબટાઇમાં બે ભાગલા પડી ગયા છે. તેથી મોદીએ કર્ણાટકથી આગળ વધીને દક્ષિણ ભારતમાં કેસરિયો લહેરાવવાનો એજન્ડા હાથ ધર્યો છે. તેમણે તામિલનાડુના અન્ય પ્રાદેશિક પક્ષ ડીએમકેની સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો છે. પરંતુ એ બધામાં તેમને રજનીકાંત પર ખૂબ મોટી આશા છે અને તેમને રજનીકાંત સાથે સારૂ બનતુ હોવાથી જો રજનીકાંત રાજકારણમાં ઉતરે તો ભાજપનો બેડો પાર ઉતરે. થલઇવાના નામે જાણીતા રજનીકાંતે તામિલનાડુની તમામ 243 બેઠકો લડવાની જાહેરાત કરી છે. લોકસભામાં તામિલનાડુની 39, આંધ્રની 25 અને તેલંગણાની 17 મળીને કુલ 81 બેઠકો થાય છે.
રાજકીય નિરીક્ષકોએ વધુમાં તારણ કાઢતાં કહ્યું કે રજનીકાંત તામિલનાડુના આગામી મુખ્યમંત્રી છે. 234માંથી તે 200 બેઠકો જીતી શકે તેમ છે. તેમના પક્ષને સત્તા મળે એટલે લોકસભાની ચૂંટણીમાં તે 39માંથી 30 બેઠકો રમતા રમતા જીતી જાય તેમ છે. તેઓ પોતાના ચાહકો પ્રત્યે પણ પ્રેમ દાખવે છે. ઉપરાતં તેમના કરોડો ચાહકો નોંધાયેલી ફેન્સ ક્લબ ધરાવે છે. તામિલનાડુ ઉપરાંત આંધ્ર અને તેમાંથી બનેલા નવા રાજ્ય તેલગંણામાં રજનીકાંતના નામનો સિક્કો વાગે છે. આમ લોકસભાની ચૂંટણીમાં રજનીકાંત 81 બેઠકોમાંથી 60 બેઠકો પણ જીતી લે તો કેન્દ્રમાં મોદીની સાથે ટેકો આપીને સરકારમાં પણ જોડાઇ શકે. ભાજપની વાજપેયી સરકારને એક સમયે જયલલિતા અને ડીએમકે પક્ષે ટેકો આપેલો જ છે. હવે સમય સંજોગો બદલાતાં મોદીની સરકારને કેન્દ્રમાં આગામી લોકસભા ફરીથી જીતવા માટે નવા સાથીઓની જરૂર પડવાની છે ત્યારે રજનીકાંત જેવા મહાસાથીનો સાથ મળે તો મોદીને ફરી વડાપ્રધાન બનવામાં ખાસ કોઇ મુશ્કેલી નહીં રહે. રજનીકાંતની રાજનીતિમાં એન્ટ્રી દિલ્હીના ઇશારે જવા થઇ રહી છે. રજનીકાંત તામિલનાડુની 234 બેઠકો પૈકા બહુમતિ સાથે તામિલનાડુ કબ્જે કરવાની સાથે લોકસભામાં 81 પૈકીની મોટાભાગની બેઠકો મેળવીને કેન્દ્રની રાજનીતિમાં પણ મોદીના સહારે પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. અને તેની પાછળ માત્રને માત્ર મોદી જ છે. ભાજપ રજનીકાંતનો હાથ અને સાથ લઇને કર્ણાટકથી આગળ વધવાની તૈયારીમાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદારૂના નશામાં અસામાજિક તત્વોએ કરી ગાડીઓમાં તોડફોડ, ભયનો માહોલ
Next articleકોસ્ટારિકામાં પ્લેન ક્રેશ, 10 અમેરિકન સહિત 12ના મોત