સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવાદિત પુસ્તક અને તેના લખાણનો મામલો
(જી.એન.એસ) તા. 23
અમદાવાદ,
અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરનાં ગોપાળસ્વામીનાં વાર્તા પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હોબાળો થયો છે, જેમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી એ કઠોર શબ્દોમાં નિંદા કરી છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પુસ્તકમાં કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ બાબતે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુનાં અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીધાને 5500 વર્ષ થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને માત્ર 200 થી 250 વર્ષ જેટલો જ સમય થયો છે. સહજાનંદ સ્વામીનાં પૂર્વે કોણ હતું? જે હતું તે સનાતન હતું. સનાતનનાં પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. વજ્રનાભ દ્વારા ભગવાન દ્વારકાધીશનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ ત્યાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે.
‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ કરાયો છે. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ મુદ્દે હવે મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે. સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને અંગે વિવાદિત ટિપ્પણી બાબતે દ્વારકા હોટેલ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો સાથેજ માલધારી સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી ત્યારે અમુક આગેવાનો દ્વારા તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે, સ્વામીનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવે અને રૂબરૂ દ્વારા ખાતેના મંદિરે આવી માફી માંગવી જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.