મોડી રાતથી જલારામબાપાના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી
ધજા, પતાકા, કમાનો રોશનીથી વિરપુર શણગારવામાં આવ્યું
(GNS),19
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની આજે 224 મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે. દેશ વિદેશથી જલારામબાપાના ભક્તો દર્શને આવી પહોંચ્યા છે. મોડી રાતથી જલારામબાપાના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી છે. આવામાં મંદિર દર્શને આવેલા ભક્તોએ વર્લ્ડકપમાં ભારતના જીતની પ્રાર્થના કરી. ભારત વર્લ્ડ કપ જીતે તેવી દર્શને આવતા ભક્તોની પ્રાર્થના છે. સાથે જ દર્શને આવેલ ભક્તો ભારતના ડ્રેસ કોડમાં જોવા મળ્યા. જલારામ બાપાની જયંતી હોઈ વીરપુરમાં ઘરે ઘરે રંગોળીઓ સાથે વીરપુરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જોકે, જલારામબાપા સાથે વર્લ્ડ કપની પણ રંગોળી કરવામાં આવી છે. જલારામ જયંતીને લઈને આજે વિશાળ શોભાયાત્રા નીકળશે. દર્શને આવતા ભક્તો તેમજ વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિ નિમિતે આજે બાપાની જન્મ ભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી.
જન્મ જયંતિ નિમિતે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે વહેલી સવારથી જ આવી ગયા હતાં. મંદિરની બંને બાજુ એક એક કિમીની કતારો લાગી ગઈ હતી. ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી માટે વિરપુરમાં ધજા, પતાકા, કમાનો રોશનીથી શણગારવામાં આવ્યું છે. અને વીરપુરમાં જલારામ જયંતીએ બીજી દિવાળી જેવો માહોલ હોય છે. તેમ ખાસ વાત આંખે ઉડીને વળગે તેવી કે જલારામ જયંતિમાં પણ ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર છવાઈ ગયો હતો. અહીં રંગોળીમાં જલારામ બાપા તો છે, જ સાથોસાથ વર્લ્ડ કપની પ્રતિકૃતિવાળી રંગોળીઓ કરવામાં આવી છે. અને કેટલાક ભાવિકો તો ટીમ ઇન્ડિયાના ડ્રેસ કોડમાં આવેલ છે. અને આ ટીમ ઇન્ડિયાના ડ્રેસ કોડમાં આવેલ ભાવિક સહિતના તમામ ભાવિકોએ એકી અવાજે ભારત વર્લ્ડ કપ જીતશે તેવો જય જલારામ સાથે નાદ કરેલ. અને બાપા ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો વર્લ્ડ કપ જીતવાની મનોકામના પૂર્ણ કરશે અને આજે ભારત જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.