Home મધ્ય ગુજરાત અમદાવાદ દેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અમદાવાદની ઈસનપુર પોલીસ

દેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અમદાવાદની ઈસનપુર પોલીસ

47
0

(જી.એન.એસ) તા. 23

અમદાવાદ,

અમદાવાદ શહેરના પોલીસ કમિશનરશ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, મા.અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૨ જયપાલ સિંહ રાઠોડ, મા.નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ ડો. રવિમોહન સૈની તથા મા.મદદનીશ પોલીસ કમિશનર ‘જે’ ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેરમાં દેશી દારૂની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજા દ્વારા સ્ટાફને પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા,

આ સૂચનાને અનુસરીને, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફે તા. ૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ વહેલી સવારે ૦૬:૩૦ વાગ્યે, ઈસનપુર ઘોડાસર બ્રિજ પાસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આ દરમિયાન એક મીની અશોક લેલેન્ડ ગાડીમાંથી મીણીયાના થેલામાં ભરેલી પોલીથીનની થેલીઓમાંથી કુલ ૨૫૫૦ લિટર દેશી દારૂનો જથ્થો (કિંમત રૂ. ૫,૧૦,૦૦૦/-), મીની અશોક લેલેન્ડ ગાડી (કિંમત રૂ. ૫,૫૦,૦૦૦/-) તથા એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૮,૦૦૦/-) મળી આવ્યા. આમ, કુલ રૂ. ૧૦,૬૮,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો,

આ કેસમાં આરોપી રફીક ઉર્ફે બાદશાહ સુલેમાનભાઈ જાતે જાદવ , ઉંમર ૩૯ વર્ષ, રહે. મકાન નં. ૩૨, છીપાઈવાસ, બાબુભાઈની ચાલી, જામા મસ્જિદ પાસે, સરખેજ, અમદાવાદ શહેર ને પકડી પાડવામાં આવ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી,

દાખલ થયેલ ગુનાની વિગત:- 

ઈસનપુર પોલીસ સ્ટેશન, પાર્ટ-સી, ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૨૨૫૦૨૯૦/૨૦૨૫ 

કલમ: પ્રોહિબિશન એક્ટ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ 

પકડાયેલ આરોપીની વિગત:- રફીક ઉર્ફે બાદશાહ સુલેમાનભાઈ જાતે જાદવ, ઉંમર ૩૯ વર્ષ, રહે. મકાન નં. ૩૨, છીપાઈવાસ, બાબુભાઈની ચાલી, જામા મસ્જિદ પાસે, સરખેજ, અમદાવાદ.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી દ્વારા ઈસનપુર પોલીસે દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સખત પગલાં લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field