Home હર્ષદ કામદાર દેશમા બારમાસી વહેતી નદીઓ, ડેમ, કેનાલના પાણીથી વીજળી મેળવાય તો…..!?

દેશમા બારમાસી વહેતી નદીઓ, ડેમ, કેનાલના પાણીથી વીજળી મેળવાય તો…..!?

88
0

(જીએનએસ : હર્ષદ કામદાર)

  દેશમાં કોલસાને કારણે વીજળી ઉત્પાદન પર અસર થવાની સંભાવના ઉદભવી રહી છે. ત્યારે વિજળી ઉત્પાદન માટે નવી પ્રણાલીઓનુ આયોજન કરવું જરૂરી છે. દેશમાં સૌર ઉર્જા, હાઈડ્રો પાવર, રિન્યુએબલ રિસોર્સેસ હવા દ્વારા વીજળી ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ તેમા વિજળી ઉત્પાદનનુ પ્રમાણ ઘણુંજ ઓછું છે. દેશભરમાં બારમાસી નદીઓ, ડેમો, કેનાલો વગેરેમા પાણી વહેતા રહે છે ત્યારે તે પાણી દ્વારા વીજળી મેળવી શકાય તેમ છે. તેનું ઉદાહરણ છે ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ પર ઉભા કરવામાં આવેલ પાવર હાઉસ. દેશમાં ૪૦૦ જેટલી નદીઓ આવેલી છે તેમાંથી ૭૭ નદીઓ બારમાસી છે અને તેમાં સતત પાણી વહેતા રહે છે. અને આ પૈકી ૮ નદીઓ સૌથી વધુ મોટી છે તો ૪૦૦ નદીઓ પૈકી કેટલીક નદીઓમાં સતત પાણી વહેતું રહે છે. જેમાં ગંગા, ગોદાવરી, બ્રહ્મપુત્રા, કાવેરી, ગંડક, ચંબલ, કોપી, ગોમતી, હુબલી, મહાનંદા, ઈન્કસ (કાશ્મીરમાં)જેલમ, ચિનાબ (હિમાચલ) સતલજ જેવી અનેક બારમાસી નદીઓ છે તેમાં સતત પાણીનો પ્રવાહ વહેતો રહે છે.જાે આ  નદીઓના વહેતા પાણી અનુસાર ઉર્જા ઉત્પાદન સાધનોનો ઉપયોગ કરવામા આવે તો ભરપૂર પ્રમાણમાં દેશભરમાં વિજળી મળી શકે અને તે પણ નહિવત કિંમતે મળે. આ માટે નદીઓમાં બારેમાસ પાણી વહેતું રહે છે ત્યાં અનુકુળતા અનુસાર નાના-મોટા ટર્બાઇન જનરેટરો સેટ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને તેમાં પણ લંબાઈ ધરાવતી નદીઓ ઉપર વધુ પ્રમાણમાં ટર્બાઇન જનરેટરો સેટ કરી નાના પાવર ઉત્પાદન સેન્ટરો (પાવર હાઉસ) ઉભા કરી શકાય. જાે આ બાબતે સરકાર વ્યવસ્થિત રીતે આયોજન કરે તો તેના પરિણામો ઘણા સારા મળી શકે તે સાથે બહુ જ ઓછા ખર્ચમાં વીજળી મળે. તદુપરાંત જે તે જનરેટર સેન્ટર અનુસાર ગ્રામ્ય યુવાઓને નોકરીઓ પણ મળી જાય કારણ આવા પાવર હાઉસની દેખરેખ રાખનારાઓની અને વિજ સપ્લાય માટેના આયોજનની વ્યવસ્થા કરવા માટે જરૂર પડે…..!

                  ભારત ભરમા નાના-મોટા મળીને ૪,૩૦૦ જેટલા નાના- મોટા ડેમો છે. જેમાં સૌથી મોટા ડેમ ઓરિસ્સામાં હીરાકુંડ છે. સૌથી વધુ ડેમો ઉત્તરાખંડ અને તામિલનાડુ માં આવેલા છે. દેશમાં વિવિધ રાજ્યો પૈકી આંધ્રપ્રદેશમાં ૪૦ ડેમ, અરુણાચલમાં ૨, છત્તીસગઢમાં ૮ , બિહારમા ૨૪, ગોવામાં ૫, ગુજરાતમાં ૮, હરિયાણામા ૮, હિમાચલમા  ૯, જમ્મુ-કાશ્મીરમાં ૯, ઝારખંડમાં ૧૦, કર્ણાટકમાં ૧૬, કેરાલામાં ૪૨, મધ્યપ્રદેશમાં ૧૯, મણિપુરમાં ૨, મહારાષ્ટ્રમાં ૨૭૭ , મિઝોરમમા ૨, ઓરિસ્સામાં ૧૦, રાજસ્થાનમાં ૧૧, સિક્કીમમા ૧, તામિલનાડુમાં ૧૯, અને તેલંગણામા ૭૪ ડેમ.આ તમામ રાજ્યોમા નાના- મોટા ડેમ આવેલા છે અને ડેમના પાણી કેનાલ દ્વારા વહેતા હશે. ત્યારે આવા ડેમોના વહેતા પાણીની કેનાલો કે જે પાણી વહેતા રહેતા હોય તેવા સ્થાનો પર વહેતા પાણીની કેપેસિટી અનુસાર નાના-મોટા ટર્બાઇન જનરેટર સેટ કરવામાં આવે તો દેશભરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી મળી શકે. ઉપરાંત દેશમાં  આ બાબતના નિષ્ણાંતો પણ છે અને આવા નિષ્ણાતોનુ માર્ગદર્શન લેવામાં આવે તો ભવિષ્યમા કોઈપણ સંજાેગોમાં વિજળી સંકટ ઊભું થવાની શક્યતા નહિવત્‌ બની રહે. આ તમામ વિગતો ર્ખ્ર્તખ્તઙ્મી પર મળી રહે છે પરંતુ સરકારે આ બાબતમાં અભ્યાસ કરી ર્નિણય કરવો જાેઈએ…..!              

વંદે માતરમ્‌

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next articleવૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ સાથે મોદીની કોન્ફરન્સ