Home દેશ - NATIONAL દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર થશે?

દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર થશે?

314
0

(જી.એન.એસ), તા.૭
કેટલાંય વિકસિત દેશોની જેમ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર થઇ શકે છે. સરકારી ઓઇલ કંપનીઓની દરરોજ ભાવની સમીક્ષા કરવાનું આયોજન છે, જેથી કરીને આ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હોય. અત્યારે 15 દિવસે તેલના ભાવમાં ફેરફાર થાય છે. ઇન્ડિયન ઑઇલ કોર્પ, ભારત પેટ્રોલિયમ, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો દેશના 95 ટકા ફ્યુઅલ રિટેલ માર્કેટ પર કબ્જો છે. રિપોર્ટસ મુજબ આ કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરવાના પ્લાનને લાગૂ કરવાની પદ્ધતિ શોધવામાં આવી રહી છે.
આ કંપનીઓના અધિકારીઓએ આ સિલસિલામાં તાજેતરમાં જ ઑઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન અને મંત્રાલયના અન્ય અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. એક ટોપ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે દરરોજ ફ્યુઅલ પ્રાઇસિંગના આઇડિયા પર ચર્ચા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહી છે. જો કે હવે આપણી પાસે તેને લાગૂ કરવાની ટેકનોલોજી છે. મોટાભાગે ફિલિંગ સ્ટેશનો પર ઓટોમેશન, ડિજીટલ ટેકનોલોજીની અવેબિલિટી, અને સોશ્યલ નેટવર્ક્સે કંપનીઓને દેશભરના 53000 પેટ્રોલ પંપો પર ભાવમાં ફેરફારને લાગૂ કરવાની રીત ઘણી સરળ બનાવી દીધી છે.
પહેલાં પ્રાઇસ ટ્રાન્સિશન એકદમ પેચીદું કામ હતું અને ડીલર્સને નવા ભાવ માટે કંપનીઓમાંથી ફોન કોલ અને ફેક્સ મેસેજની રાહ જોવી પડતી હતી. ત્યારબાદ સપ્લાય ઑર્ડર ઓછો કરવાની અથવા તો તેને વધારવાને લઇને ઉતાવળ કરવી પડતી હતી, તેના લીધે સપ્લાયર્સને પણ અસુવિધા થતી હતી. એક્ઝિક્યુટિવે કહ્યું કે ડેલી પ્રાઇસ રિવીઝનથી ઇન્ડિયન ફ્યુઅલ માર્કેટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસનું બની જશે. આથી કસ્ટમર્સ અને ડીલર્સ બંનેને પર્ચેઝ મેનેજમેન્ટમાં મદદ મળશે.
પેટ્રોલ કે ડીઝલના ભાવમાં દરરોજ ફેરફારનો મતલબ એ હશે કે ભાવમાં ઝડપથી વધારો કે ઘટાડો થશે, જેમકે ગયા સપ્તાહે થયો હતો. સરકારી તેલ કંપનીઓએ 31મી માર્ચના રોજ પેટ્રોલના ભાવમાં 3.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 2.91 પ્રતિ લીટરનો ઘટાડો થયો. નવી સિસ્ટમમાં તેલના ભાવમાં દરરોજ થોડાંક પૈસા જ વધશે, તે દ્રષ્ટિથી કસ્ટમર્સને ઝાટકો પણ નહીં લાગે. તેનો મતલબ એ થયો કે કંપનીઓ રાજકીય હુમલાની ચિંતા કર્યા વગર ભાવમાં વધારો કરી શકશે.
ચૂંટણી દરમ્યાન મોટાભાગે તેલના ભાવમાં વધારાને રોકી દેવામાં આવે છે. કારણ કે સત્તાધારી પાર્ટીના હિતો માટે નુકસાનકારક મનાય છે. તેની ભરપાઈ માટે સરકાર ઓઇલ કંપનીઓને એ સમયે પણ ભાવ વધારવાની મંજૂરી આપે છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારના તર્જ પર ઘટાડાની જરૂર હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJ&K: હિમસ્ખલનમાં લાપત્તા થયેલા ત્રણેય જવાનોના મૃતદેહો મળી આવ્યાં
Next articleરાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની મોટી કાર્યવાહી, સીરિયા પર છોડી ક્રુઝ મિસાઈલો