શું તમે જાણો છો કે દેશમાં સર્વાઇકલ કેન્સરથી કેટલાના થાય છે મોત.. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દેશમાં દર વર્ષે 1 લાખ 67 હજારથી વધુ કેસ સર્વાઇકલ કેન્સરમાં આવે છે. તેમાંથી 60 હજાર કરતા વધુ મહિલાઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડેટા અનુસાર ભારતમાં 2019 42 હજાર મહિલાઓના મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયા હતા.
દેશમાં સર્વાઇવલ કેન્સરના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત ‘ક્વૈડ્રીવેલેન્ટ’ હ્યૂમન પેપીલોમા વાયરસ (એચ.વી.પી) રસી આજે લોન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને સીરમના સીઈઓ અદાર પૂનાવાલા આઈઆઈસી દિલ્હીમાં તેને લોન્ચ કરી. ભારતીય ફાર્મા રેગુલેટર DCGI (ડી.સી.જી.આઈ) એ પાછલા મહિને એસઆઈઆઈને સર્વાઇકલ કેન્સરની વેક્સીન બનાવવાને મંજૂરી આપી હતી.
ભારતમાં સર્વાઇકલ કેન્સર 15થી 44 વર્ષની ઉંમર વર્ગની મહિલાઓમાં બીજું સર્વાધિક સંખ્યામાં જોવા મળતું કેન્સર છે. અને આ સર્વાઇકલ કેન્સર વેક્સીનની કિંમત 200-400 રૂપિયા હશે. પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી થઈ નથી. પૂનાવાલાએ કહ્યુ કે સર્વાઇકલ કેન્સરની વેક્સીન આગામી કેટલાક મહિનામાં દેશમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, આ વેક્સીનને પહેલા દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્યારબાદ વિશ્વમાં સપ્લાય કરવામાં આવશે.
પૂનાવાલાએ જણાવ્યું કે તેમનો પ્રયાસ છે કે આગામી બે વર્ષમાં આ રસીના 20 કરોડ ડોઝ ભારતમાં તૈયાર થાય. અને જેમાં નિષ્ણાંતોનું કહેવું છે કે આ રસી સર્વાઇકલ કેન્સરને રોકવામાં સફળ રહેશે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો બાળકીઓને નાની ઉંમરમાં આ રસી આપવામાં આવે તો તે આવા સંક્રમણથી સુરક્ષિત થઈ જશે. તેનો ફાયદો તે થશે કે તેને 30 વર્ષ બાદ સર્વાઇકલ કેન્સર થશે નહીં. શું તમે જાણો છો ખરા કે શું હોય છે સર્વાઇકલ કેન્સર?..
સર્વિક્સ એરિયામાં થનારા કેન્સરને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. અને બધી મહિલાઓમાં તેનો ખતરો રહે છે. આ સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજુ સૌથી વધુ થનારૂ કેન્સર છે. અને ભારતમાં 14-44 વર્ષની મહિલાઓમાં આ સામાન્ય રીતે જોવા મળે છે. 30 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને આ બીમારી થઈ શકે છે. કોઈ મહિલામાં સર્વાઇકલ કેન્સર વિકસિત થવામાં 15-20 વર્ષનો સમય લાગે છે. પરંતુ નબળી ઇમ્યુન સિસ્ટમ ધરાવતી મહિલાઓમાં તે 5-10 વર્ષમાં થઈ શકે છે. એચવીપીમાં લાંબા સમય સુધી થનાર ઇન્ફેક્શન જ સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.