(GNS),16
દેશમાં પામ ઓઈલની આયાત ગત નવેમ્બરથી સપ્ટેમ્બરના 11 મહિનાના ગાળામાં 29.21 ટકા વધીને 90.80 લાખ ટન થઈ હતી. આરબીડી પામોલિનની આયાત ઝડપી વધી હતી, જે સ્થાનિક રિફાઈનર્સ માટે ગંભીર જોખમ ઊભું કરે તેમ છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ શુક્રવારે આ આંકડા જાહેર કર્યા હતા. ગયા વર્ષે આ ગાળામાં 70.28 લાખ ટન પામ ઓઈલની આયાત થઈ હતી.. ઓઈલનું વર્ષ નવેમ્બરથી શરૂ થાય છે અને ઓક્ટોબરમાં પૂરું થાય છે. ગત નવેમ્બર-22થી સપ્ટેમ્બર-23 દરમિયાન દેશમાં કુલ વેજિટેબલ ઓઈલની આયાત 20 ટકા વધીને 156.73 લાખ ટન થઈ હતી. અગાઉના વર્ષે આ ગાળામાં તે 130.13 લાખ ટન હતી. જોકે સપ્ટેમ્બર મહિનામાં વેજિટેબલ ઓઈલની આયાત 5 ટકા ઘટી હતી અને 15.52 લાખ ટન થઈ હતી, જે સપ્ટેમ્બર-22માં 16.32 લાખ ટન હતી.. એસોસિએશને કહ્યું હતું કે ભાવમાં તફાવતને કારણે પામ ઓઈલની આયાત વધી હતી. કુલ વેજિટેબલ ઓઈલની આયાતમાં પામ ઓઈલની આયાતનું 59 ટકા યોગદાન છે. જોકે ક્રૂ્ટ પામ ઓઈલની આયાત સપ્ટેમ્બરમાં ઘટીને 7.05 લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં 8.24 લાખ ટન હતી. પામ ઓઈલમાં આરબીડી પામોલીન, ક્રૂડ પામ ઓઈલ (CPO), ક્રૂડ ઓલીન, અને ક્રૂડ પામ કેર્નેલ ઓઈલ (CPKO)નો સમાવેશ છે..
એસોસિએશને કહ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ડેટા પરથી માલૂમ પડે છે કે સ્થાનિક બજારમાં પુષ્કળ માત્રામાં ઓઈલ છે પણ ભાવ ખાસ્સા ઘટવાથી માંગ વધી છે. તાજેતરના મહિનાઓમાં માથાદીઠ ઓઈલનો વપરાશ વધ્યો છે. આરબીજી પામોલીનની આયાત વધી છે અને કુલ પામ ઓઈલ પ્રોડક્ટ્સમાં તેનું 25 ટકા યોગદાન થયું છે. તેને કારણે સ્થાનિક રિફાઈનિંગ ઈન્ડસ્ટ્રીને ખાસ્સી અસર થઈ છે. આરબીડી પામોલીનની આયાત નવેમ્બરથી સપ્ટેમ્બરના 11 મહિનાના ગાળામાં વધીને 20.53 લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 17.12 લાખ ટન હતી.. સોફ્ટ ઓઈલમાં સનફ્લાવર અને સોયાબીન ઓઈલની આયાત છેલ્લાં છ મહિનામાં નોંધપાત્ર વધી છે. કુલ આયાત 63.87 લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 56.35 લાખ ટન હતી. 1 સપ્ટેમ્બરના રોજ વિવિધ પોર્ટ પર 37.35 લાખ ટન વેજિટેબલ ઓઈલનો સ્ટોક હતો. ઉલ્લેખનીય છે કે ભારત મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી ખાદ્યતેલની આયાત કરે છે. સોયાબીન તેલ સહિતનું ક્રૂડ સોફ્ટ ઓઈલ થોડી માત્રામાં આર્જેન્ટિનાથી થાય છે. સનફ્લાવર ઓઈલની આયાત યુક્રેન અને રશિયાથી થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.