(GNS),23
દેશની ત્રણ મોટી બેંકોએ (Bank) મળીને ફાઈનાન્સિયલ વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં 4740 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. તેમાં બે ખાનગી અને એક જાહેર ક્ષેત્રની બેંક સામેલ છે. જાહેર ક્ષેત્રની IDBI બેંકે બીજા ક્વાર્ટરમાં 1,323.3 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો (Net Profit) કર્યો છે. ગયા વર્ષેના સમાન સમયગાળામાં બેંકે 828.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે IDBI બેંકે 59.8% વધારે નફો કર્યો છે..
સેકન્ડ ક્વાર્ટર દરમિયાન IDBI બેંકની કુલ આવક 6,924.2 કરોડ રૂપિયા થઈ છે. જે ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 14% વધારે છે. નાણાકીય વર્ષ 2022-23માં બેંકે આ સમયગાળા દરમિયાન કુલ 6,065.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ બેંકની આ આવક ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નોંધાયેલી 7,712 કરોડ રૂપિયાની આવક કરતાં 10% ઓછી છે..
ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 23.6 ટકાનો વધારો કર્યો છે. બેંકે વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં 3,191 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આ પહેલા એવો અંદાજ હતો કે બેંક બીજા ક્વાર્ટરમાં 3,124.2 કરોડ રૂપિયાનો નફો કરશે, જે ખોટો સાબિત થયો..
કોટક બેંકની ચોખ્ખી વ્યાજની આવક વાર્ષિક ધોરણે 23.5 ટકા વધીને 6,297 કરોડ રૂપિયા થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની ચોખ્ખુ ઈન્ટરેસ્ટ માર્જિન 5.22 ટકા નોંધાયું છે. કોટક બેંકનું કહેવું છે કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની કુલ આવક 13,507 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ પહેલા 9925 કરોડ રૂપિયા હતી..
ખાનગી ક્ષેત્રની બીજી બેંક યસ બેંકે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વધારે નફો મેળવ્યો છે. યસ બેન્કનો ચોખ્ખો નફો 47.4% વધીને 225.21 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં બેંકનો ચોખ્ખો નફો 152.82 કરોડ રૂપિયા હતો. ઓપરેશન્સમાંથી કુલ આવક વાર્ષિક ધોરણે 25 ટકા વધીને 7,921 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા આવક 6348 કરોડ હતી. બેંકની વાર્ષિક ધોરણે વ્યાજની ચોખ્ખી આવકમાં 3.3 ટકાનો ઘટાડો થયો હતો, જે 1,925 કરોડ રૂપિયા હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.