Home હર્ષદ કામદાર દેશની નદીઓ- કેનાલો પર ટર્બાઇન- જનરેટરો ગોઠવી વીજ ઉત્પાદન મેળવાય તો…..!?

દેશની નદીઓ- કેનાલો પર ટર્બાઇન- જનરેટરો ગોઠવી વીજ ઉત્પાદન મેળવાય તો…..!?

131
0

(જી.એન.એસ : હર્ષદ કામદાર)

દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળ છોડીને કોરોનાએ વિદાય લઈ લીધાની પરિસ્થિતિ બનતા સરકારે દરેક પ્રકારના ઉદ્યોગો, વેપાર-ધંધા, વિવિધ માર્કેટો સહિતનાઓને છૂટછાટો આપી દેવામા આવતા દરેક ક્ષેત્ર ધમધમવા લાગતા દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચડવા લાગી છે. અને આવા સમયમાંજ દેશમાં કોલસાની કમીને કારણે કેટલાક પાવર પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી પડી છે. દેશભરમાં ૧૩૭ પાવર પ્લાન્ટ કોલસા આધારિત છે. જેમા ચારેક દિવસ વિજળી ઉત્પાદન થઈ શકે તેટલો કોલસાનો સ્ટોક છે. જ્યારે કે આપણી કોલ ઈન્ડિયા કંપની પાસે ૪૦૦ લાખ ટન કોલસાનો જથ્થો પડયો છે અને આ કોલસો પાવર પ્લાન્ટના ઉપયોગ માટે જ આપવાનો છે. કોલ ઇન્ડિયા કોલસા ઉત્પાદનોમાં ૮૦ ટકા ભાગીદારી ધરાવે છે એટલે ભારતમાં ઉત્પાદન થતો કોલસો ભારતના પાવર પ્લાન્ટોનેજ મળશે….. પરંતુ ભારતનો કોલસો ઈન્ડોનેશિયા આને દક્ષિણ આફ્રિકાના કોલસાની તોલે આવતો નથી. ભારતના એક કિલો કોલસાથી ચાર હજાર કિલો  કેલેરી ઉર્જા પ્રાપ્ત થઇ શકે છે જ્યારે કે ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકાના એક કિલો કોલસિમાંથી ૫ થી ૬ હજાર કિલો કેલેરી ઉર્જા પેદા કરી શકાય છે. મતલબ ભારતના કોલસામાંથી રાખ વધુ પેદા થાય છે અને ગરમી ઓછી. દેશમાં તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્ર ધમધમવા લાગતા વિજળીની માંગ વધવા પામી છે. જ્યારે  કે કોરોના કાળમાં આ ઉદ્યોગો- ધંધા વગેરે ઠપ હતા. બીજી તરફ વરસાદી મોસમમાં કોલસાની ખાણોમાં પાણી ભરાયેલા છે તેથી ઉત્પાદન પર તેની અસર નિશ્ચિંત થઈ શકે છે…..!

દુનિયાભરમાં ભારત કોલસા ઉત્પાદન દેશોમાં બીજા ક્રમે છે જેનું વાર્ષિક કોલસા ઉત્પાદન ૭૭૯ મિલીયન ટન  છે. જ્યારે કે ચીન પ્રથમ ક્રમે છે  તેનું વાર્ષિક કોલસાનું ઉત્પાદન ૩,૭૪૩ મિલિયન ટન છે. ભારત જરૂરિયાત અનુસાર ૨૦ થી ૨૫ ટકા કોલસો અન્ય દેશોથી આયાત કરે છે. તેમાં ખાસ તો ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરવામાં આવતી રહી છે. અને આવા સમયે ચીનનો ઓસ્ટ્રેલિયા સાથે રાજકીય વિવાદ થતાં ઓસ્ટ્રેલિયાએ ચીનને કોલસો આપવાનું બંધ કરી દેતા ચીનમાં તેની ગંભીર અસર થવા પામી અને ત્યાંના અનેક પ્રકારના ઉત્પાદન કરતા ઉદ્યોગો વીજળી ન મળતા બંધ થઈ ગયા છે જે કારણે ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે ચીને ઇન્ડોનેશિયા પાસેથી ડબલ કિંમતે કોવસો ખરીદવાનું શરૂ કરી દેતાં કોલસાની કિંમતની અસર આંતરરાષ્ટ્રીય બજાર પર થવા પામી છે અને કોલસાની કિંમતો વધી ગઈ. જેને કારણે ભારતના પાવર પ્લાન્ટોને વિદેશી કોલસાની ખરીદી બંધ કરવા ફરજ પડી છે. કારણ…. તેના કારણે દેશના પાવર પ્લાન્ટમાં ઉત્પાદન થતી વીજળી ઘણી મોંઘી પડે. એટલે સરકાર કોલસો મેળવવા વિદેશો ઉપર નજર દોડાવવા લાગી છે. વીજળીની તંગીને પહોંચી વળવા ગુજરાતમાં નર્મદા કેનાલ છે તે લાંબામાં લાંબી કેનાલ છે અને સતત પાણી વહેતા રહે છે તો દેશમાં અનેક નદીઓ અને કેનાલો પણ એવી છે કે જેના પાણી બારેમાસ વહેતા રહે છે. આ નદીઓ અને કેનાલો પર સરકાર ટર્બાઇન બેસાડી જનરેટ જાેઈન્ટ કરી વિજળી ઉત્પાદન શરૂ કરવા આયોજન કરે તો નહિવત કિમતમાં વીજળી પેદા થઇ શકે અને આવી રીતે દેશભરની નદીઓ અને તેના ઉપર ટર્બાઇન વીથ જનરેટર સેટ કરી નાના-નાના પાવરહાઉસ ઊભા કરે તો અનેક વિસ્તારોને વીજળી મળવા સાથે હજારોને રોજગારી મળી શકે તે સાથે વીજળીની તંગી ઊભી ન થાય… પરંતુ આવા આયોજનનો આધાર માત્ર સરકાર પર છે…..!!                  

વંદે માતરમ્‌

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
Next articleકંગનાએ શાહરૂખને પુત્રના કારનામાને કારણે ટોણો માર્યો