Home દેશ - NATIONAL દેશની ટ્રેનોના ગંદા ટોઈલેટ્‌સની ફરિયાદ બાદ અધિકારીઓ નિરિક્ષણ કર્યું

દેશની ટ્રેનોના ગંદા ટોઈલેટ્‌સની ફરિયાદ બાદ અધિકારીઓ નિરિક્ષણ કર્યું

51
0

(જી.એન.એસ),તા.૨૯
નવીદિલ્હી
સોશિયલ મીડિયામાં આવી ફરિયાદો સામાન્ય છે જ્યાં મુસાફરો ટ્રેનોમાં પાણીની અછતથી લઈને ગંદા ટોઈલેટ્‌સની સમસ્યા અંગે જણાવે છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં આવી જ એક ઘટના સામે આવી જ્યારે નવી દિલ્હી-બિલાસપુર રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા એક મુસાફરે ફરિયાદ કરી કે જ્યારે તેણે ટ્રેનનું બાયો શૌચાલયનું ફ્લશ ચાલુ કર્યું તો બધી ગંદકી તેના ઉપર આવી ગઈ. મુસાફરી આ અંગે ઉત્તર રેલવેને ફરિયાદ કરી ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓએ અનેકવાર બેઠકો કરી અને શૌચાલયની સમીક્ષા કરવામાં આવી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક અધિકારી નિયુક્ત કરવા પાછળનું કરાણ એ સુનિશ્ચિત કરવાનું છે કે તેમને ખબર પડે કે હકીકતમાં છે શું. મુસાફરોએ કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે જાણવું પણ જરૂરી છે.ભારતીય રેલવે સતત પોતાની સેવાઓને ઉત્કૃષ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. નવી નવી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીની ટ્રેનો પાટા પર દોડી રહી છે. જ્યારે ટ્રેનોની અંદરના ટોઈલેટ હજુ પણ બેકાર અવસ્થામાં જ જાેવા મળે છે. લોકોની સતત ગંદા ટોઈલેટ્‌સની ફરિયાદો રેલવેને મળે છે. હવે રેલવેએ આ ફરિયાદોને પગલે મોટું પગલું ભર્યું છે. રેલવેએ પોતાના અધિકારીઓને દેશભરમાં ટ્રેનોનું નિરિક્ષણ કરવા અને તેના મુખ્ય કારણોની ભાળ મેળવવાના નિર્દેશ આપ્યા છે. રેલવે અધિકારીઓએ તેની જાણકારી આપી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બીજા તબક્કામાં રેલવે બોર્ડ સ્તરના અધિકારીઓને મુસાફરોની સમસ્યાઓ જાેવા માટે ૨૪ કલાક માટે ટ્રેનોના એસી-૩ના ડબ્બામાં મુસાફરી કરવા માટે કહેવામાં આવી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં વરિષ્ઠ અધિકારીઓએ ૫૪૪ આવા નિરિક્ષણ કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશભરમાં મહિલાઓએ સેક્સ સ્ટ્રાઈક ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી
Next articleવડાપ્રધાન મોદી અને ભગવાન જગન્નાથ સાથે ખાસ સંબંધ અને લાગણી