(જી.એન.એસ),તા.18
નવીદિલ્હી
દેશના બંધારણને સ્વીકાર્યાના 75 વર્ષ પૂર્ણ થવા પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણું બંધારણ કોઈ દેશના બંધારણની નકલ નથી. બંધારણના ઘડવૈયાઓએ વિશ્વના તમામ દેશોના બંધારણના સારા મુદ્દાઓ તેમાં લીધા છે અને આપણે સૌ બંધારણને માથું નમાવીને માન આપીએ છીએ. કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આપણું બંધારણ વિશ્વના બંધારણોની નકલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશના બંધારણને 75 વર્ષ થઈ ગયા છે. આપણા રાજકીય પક્ષોએ તેને કેવી રીતે આગળ વધાર્યો છે તેની પણ ચર્ચા થવી જોઈએ. આ માટે આ યોગ્ય સમય છે. આપણા બંધારણના મુસદ્દા પછી ડૉ.ભીમરાવ આંબેડકરે એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, બંધારણ ભલે ગમે તેટલું સારું હોય, જો તેને લાગુ કરનારા લોકો ખરાબ નીકળે છે, તો બંધારણ ચોક્કસપણે સારું સાબિત નહીં થાય. જો તેનો અમલ કરનારા સારા નીકળશે તો બંધારણ સારું સાબિત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ તે ભારતીયતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, જો વાંચવા માટે ચશ્મા વિદેશી હશે, તો બંધારણમાં ભારતીયતા દેખાશે નહીં. બંધારણમાં વિવિધ ધર્મોના દેવતાઓના ચિત્રોનો ઉલ્લેખ કરીને તેમણે તેને ભારતીય જીવનની ઉજવણીનું પ્રતીક ગણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે ભારતે તે સ્થાન હાંસલ કર્યું છે જે તેમણે ઘણા સમય પહેલા જોયું હતું. દેશની એકતા અને અખંડિતતાનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપતાં શાહે કહ્યું કે તેમના અથાક પ્રયાસોને કારણે ભારત એક થયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.