Home મનોરંજન દેવિકા રાની ભારતીય સિનેમાની 4 મિનિટ સુધી કિસ સીન શૂટ કરાયેલી પ્રથમ...

દેવિકા રાની ભારતીય સિનેમાની 4 મિનિટ સુધી કિસ સીન શૂટ કરાયેલી પ્રથમ અભિનેત્રી હતી

74
0

(જી.એન.એસ),તા.૩૦
મુંબઈ
ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી દેવિકા રાનીનો 114મો જન્મદિવસ છે. દેવિકા રાનીએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. તેણે તે સમયે અભિનેત્રી બનવાનું નક્કી કર્યું હતું, કે જ્યારે અભિનેત્રી બનવું ખરાબ કામ માનવામાં આવતું હતું. આ સાથે તેણીને હિન્દી સિનેમાની પ્રથમ અભિનેત્રીનો દરજ્જો મળ્યો. તે સમયે દેવિકા રાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી કામ કર્યું હતું. દેવિકાએ તેની પહેલી જ ફિલ્મમાં 4 મિનિટ લાંબી કિસ કરીને લોકોમાં ખુબ જ ચર્ચા જગાવી હતી. ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મહિલા કલાકાર એટલે કે દેવિકા રાણીનીની, જે આજે બોલીવુડના કલાકારો માટે આદર્શ મનાય છે. દેવિકા રાણી એ 1930-40ના સમયગાળામાં બોલીવુડની સૌથી સફળ અભિનેત્રમાંની એક હતી. તેણીએ એવા સમયે બોલીવુડમાં કલાકાર બનવાનો નિર્ણય લીધો હતો, કે જ્યારે મહિલાઓનું ફિલ્મોમાં કામ કરવું એ સૌથી ખરાબ બાબત માનવામાં આવતી હતી. તેણીએ આ પગલું ભરીને સમાજની નીચી માનસિકતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે આજે અનેક યુવતીઓ ફિલ્મક્ષેત્રે કામ કરી રહી છે. દેવિકાએ પોતાની કારકિર્દીમાં ઘણી મુશ્કેલીઓ જોઈ હતી અને એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અમે તમને જણાવી દઈએ કે દેવિકા રાણી એવી પહેલી અભિનેત્રી છે, કે જેને પહેલો ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ મળ્યો હતો. જ્યારે દેવિકા ફિલ્મ નિર્માતા હિમાંશુ રાયને મળી, તે પૂર્વે પણ તેણી તેને ખૂબ પસંદ કરતી હતી. તે સમયે હિમાંશુ પણ લંડનમાં હતો. તે પોતાની ફિલ્મ ‘ધ થ્રો ઓફ ડાઇસ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન દેવિકા તેના પ્રોડક્શન હાઉસમાં જોડાઈ. દેવિકા હવે કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ અને આર્ટ ડિરેક્શનનું કામ કરતી હતી. આ દરમિયાન દેવિકાને 16 વર્ષના હિમાંશુ રાય સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ લગ્ન કરીને બર્લિનમાં રહેવા લાગ્યા. આ દરમિયાન, ભારતમાં હિન્દી ફિલ્મો બનવા લાગી હતી એટલે આ કપલ પણ ભારત આવી ગયું. હિમાંશુએ વર્ષ 1933માં ફિલ્મ ‘કર્મા’ બનાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો દેવિકા અને હિમાંશુ હતા. આ ફિલ્મમાં દેવિકાનો 4 મિનિટ લાંબો કિસ સીન પણ હતો, જેણે જે- તે સમયે ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે બીજી તરફ આ ફિલ્મ પણ દર્શકોને પસંદ આવી હતી. કારણ કે તે દિવસોમાં મહિલાઓ મોટા પડદા પર કામ કરતી નહોતી. આ ફિલ્મ બાદ દેવિકા રાણી સફળ અભિનેત્રી બની ચુકી હતી અને પછી નિર્માતા પણ બની હતી. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને એ વાત બિલકુલ મંજૂર ન હતી કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કોઈ મહિલાએ રાજ કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં દેવિકાએ બનાવેલી ફિલ્મો ફ્લોપ રહી હતી. આ ઘટના પછી દેવિકાએ ફિલ્મ માફિયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. દેવિકા રાનીએ આ લોકોને પોતાનું સ્ટેટસ બતાવ્યા બાદ વર્ષ 1945માં ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હતી. 7 માર્ચ 1998ના રોજ દેવિકાએ દુનિયાને અલવિદા કહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRRRમાં એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીનો આભાર માન્યો
Next articleઅવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ બનાવી અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા