આણંદના અડાસ ગામના દેણાપુરા સીમમાં આવેલા જયરાજ પરમારના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને મળતાં રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ફાર્મ હાઉસનું દ્રશ્ય જાેઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી.
જયરાજના ફાર્મ હાઉસના બહારના ભાગે કમ્પાઉન્ડ વોલવાળુ જણાયું હતું. જેનો મુખ્ય ગેટ ખુલ્લો હતો. અંદર જતાં પાર્કીંગ મુકી ફાર્મહાઉસનું બિલ્ડીંગ આવેલું હતું. તેની જમણી બાજુ તારની ફેન્સીંગવાળી ખુલ્લી જગ્યામાં વચ્ચે ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે ખુરશી મુકી લંબચોરસ આકારમાં ટેબલ ગોઠવી ખુરશીઓ સામસામે ૧૫ જેટલા ઇસમો બેઠાં હતાં. આ સમયે વાસદ પોલીસની ટીમ પણ આવી જતાં નબિરાઓ સતર્ક થઇ ગયાં હતાં.
જાેકે, પોલીસે કોર્ડન કરી લીધા હતા અને તમામને જે તે સ્થળે બેસવા જણાવ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન નબીરાઓની પુછપરછ કરતાં તે રાજાપાઠમાં હતાં.વળી નવાઈની વાત છે કે આવા ગુનાહિત તત્વોને આણંદ અગ્રણીઓ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવા આશરો અને ફાર્મ હાઉસની જગા ફાળવી રહ્યા છે.જાેકે પોલીસ સતર્ક અને સક્રિય છે કે આવા તત્વો ફાવતું મેદાન મેળવે અને બેફામ થાય તે પહેલાં જ આવા માથભારે તત્વોને કાયદાની પકડમાં લઈ લે છે.
આ દારોડામાં એલસીબી અને વાસદ પોલીસે ફાર્મમાં તપાસ કરતાં બે કાર મળી આવી હતી. જેમાં પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ગાડી સહિત કુલ રૂ.૨૦ લાખ ૦૫ હજાર ૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આણંદ ગુનાહિત પ્રવૃતિઓ કરતા તત્વોનો કાળો ડોળો મંડાયો હોય તેમ જણાઈ રહ્યું છે.ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માથાભારે તત્વો મહેફિલો માણવા આણંદ પસંદ કરી રહ્યા છે.
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે રાત્રે બાતમી આધારે અડાસ ગામના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.આ દરોડામાં દારૂની મહેફિલ માણતા ૧૫ નબીરાને પકડી પાડી તેમની પાસેથી ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ નબીરાઓમાં મોટા ભાગના આણંદ અને વડોદરાના છે. આ પાર્ટી વડોદરાના કૂખ્યાત રાજુ ઉર્ફે બેટરીએ પોતાના જન્મ દિવસ નિમિત્તે યોજી હોવાનું જાણવા મળ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.