Home ગુજરાત વલસાડના કોફી કલ્ચર કેફેના સિઝલરમાંથી ‘વંદો’ નીકળ્યો!

વલસાડના કોફી કલ્ચર કેફેના સિઝલરમાંથી ‘વંદો’ નીકળ્યો!

18
0

(જી.એન.એસ) તા. ૪

ગુજરાત,

રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ તો જાણે હવે તમામ હદ વટાવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક બાદ એક ખાદ્યપદાર્થોમાંથી જીવ-જંતુ મળી આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. પહેલા દેડકો, ગરોળી  બાદ હવે ખાદ્ય પદાર્થમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. વલસાડમાં સીઝલરમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ શહેરમાં અબ્રામામાં આવેલ કોફી કલ્ચર કેફેમાં એક ગ્રાહકે સિઝલરમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. દાવા અનુસાર, ગ્રાહકે કોફી કલ્ચરમાં જઈ સિઝલરનો ઓર્ડર કર્યો હતો. પરંતુ, સિઝલર ખાતા સમયે ગ્રાહકનું ધ્યાન ગયું અને સિઝલરમાં વંદો હોવાની જાણ થઈ. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્ય હતો.

આ મામલે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. જો કે, હવે વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે ? તે જોવાનું રહેશે. પરંતુ, નોંધનીય છે કે છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં વિવિધ સ્થળે ખાદ્ય પદાર્થોમાંથી જીવ-જંતું નીકળતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અગાઉ વેફરનાં પેકેટમાંથી ફ્રાય દેડકો, અથાણા અને નમકીનમાંથી ગરોળી નીકળ્યા હોવાના બનાવો આપણી સમક્ષ આવી ચૂક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં 5 ઇંચ વરસાદ
Next articleખખડધજ્જ BSUP ના મકાનનો સ્લેબ તુટતા ઇજાગ્રસ્ત વૃદ્ધાનું મોત થયું