Home ગુજરાત ઉત્તર ગુજરાત દૂધસાગર ડેરીએ દુધના ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો

દૂધસાગર ડેરીએ દુધના ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો

82
0

હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 820 રૂપિયાનો ભાવ મળશે

(જી.એન.એસ),તા.૩૦

મહેસાણા,

નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દુધસાગર ડેરીએ દૂધના ભાવ કિલોફેટે 810 થી વધારી 820 રૂપિયા કર્યા છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે.

હજી ગત જુલાઈ મહિનામાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરીથી પશુપાલકો માટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 820 રૂપિયાનો ભાવ મળશે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં 13 મી વખત વધારો પશુપાલકોને આપવામા આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એટલે દૂધના ભાવ હતા 650 રૂપિયા હતા, જે તબક્કા વાર વધારીને 820 કરયા છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 725 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપરસોત્તમ રૂપાલાનાં નિવેદન મુદ્દે હવે ક્ષત્રિય સમાજના લોકોમાં અંદરોઅંદર ભડકો
Next articleઆઇકોનિક ‘અટલ બ્રિજ’ ખાતે  યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ