Home દેશ - NATIONAL દુલ્હને કહ્યું મટન નહી બનાવું, અને લગ્ન તૂટી ગયા… વરરાજાએ કહ્યું છોકરીએ...

દુલ્હને કહ્યું મટન નહી બનાવું, અને લગ્ન તૂટી ગયા… વરરાજાએ કહ્યું છોકરીએ લગ્ન કરવા જ નહોતા

53
0

(GNS),15

સંબલપુરમાં મટનના કારણે કોઈના લગ્ન કેન્સલ થાય, શું આવું ક્યાય જોયું છે તમે? આ દુર્લભ ઘટના ઓડિશાના સંબલપુર જિલ્લામાંથી સામે આવી છે. સંબલપુરની એક યુવતીના લગ્ન સુંદરગઢના એક યુવક સાથે થઈ રહ્યા હતા. વર પક્ષ લગ્ન સ્થળ પર જાન લઈને પહોંચી ગયા હતા, જ્યાં ભોજન સમારંભમાં તેમને મટન મળ્યું નહીં. વર પક્ષની માગ હતી કે, કન્યાપક્ષવાળા તેમને ભોજનમાં મટન પિરસે નહીંતર લગ્ન કેન્સલ કરવામાં આવશે. આ ઘટના વિશે વાત કરતા દુલ્હને કહ્યું કે, વર પક્ષે મારા પિતા પર કુપ્રબંધનનો આરોપ લગાવતા દલીલો શરુ કરી દીધી. મારા પરિવારે ચિકન અને ફિશ બનાવીને તેમને શાંત કરવાની કોશિશ કરી, પણ તેઓ મટનની માગ પર અડગ રહ્યા હતા અને અમારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. આ વાત મને ખોટી લાગી અને તે લગ્ન કરવાની ના પાડી દીધી, જાન લીલાતોરણે પાછી ગઈ. દુલ્હને કહ્યુ કે, મારા પિતાએ તેમની સામે હાથ જોડીને વિનંતી કરી, પણ તેઓ માન્યા નહીં. આ વાત મને ખટકી અને મેં લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો અને અહીંથી જતા રહેવા માટે કહી દીધું. તો વળી વર પક્ષે દુલ્હન પક્ષ તરફથી લગાવવામાં આવેલ આરોપને નિરાધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 200 જાનૈયાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારી સાથે જુલૂસમાં લગભગ 150 લોકો હતા અને તેમાંથી કેટલાય લોકો તો જમ્યા પણ નહોતા. જ્યારે મારા પિતાએ તેની જાણકારી દુલ્હનના કાકાને આપી તો, તેમણે અમારી સાથે બોલાચાલી કરી. લગ્ન તૂટવાનું કારણ મટન નથી. તેમણે કહ્યું કે, તેમના વચ્ચે રાતના 12થી 4 વાગ્યા સુધી ચર્ચા ચાલી. મેં લગ્ન માટે ઘણી વાર અનુરોધ કર્યો, પણ દુલ્હન ના પાડતી રહી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદરરોજ ગંગા આરતી કરનારા વિભુએ નીટની પરીક્ષા પાસ કરી
Next articleરોજનો એક પેગ પીવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે : રિસર્ચ