Home દુનિયા - WORLD દુબઈમાં UAE ઉતરાખંડ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી પુષ્કર સીંગ ધામીનો સ્વાગત સમારોહ

દુબઈમાં UAE ઉતરાખંડ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી પુષ્કર સીંગ ધામીનો સ્વાગત સમારોહ

54
0

(G.N.S) dt. 18

( યતિન શુક્લ) દુબઈ

દુબઈમાં રહેતા પ્રવાસી ભારતીયોને ઉતરાખંડના વિકાસમાં સહભાગી થવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનુ આહવાન

દુબઈમાં ઉતરાખંડથી વ્યવસાય અર્થે સ્થાયી થયેલા ભારતીયોએ પોતાની સંસ્કૃતિનો વારસો વિદેશમાં જળવાઈ રહે તે હેતુથી વર્ષ ૨૦૦૧મા ઉતરાખંડ એસોસિયેશનની સ્થાપના કરી હતી. વતનથી દૂર પોતાની માટી સાથે જોડાયેલા ભારતીયોને ઉતરાખંડના વિકાસમાં સહભાગી થવા આહવાન કરવા માટે ઉતરાખંડ એસોસિયેશન દ્વારા આયોજિત સ્વાગત કાર્યક્રમમાં ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દુબઈ ખાતે પ્રવાસી ભારતીયોનાં સમુદાયને સંબોધન કર્યું હતું. આ સમયે ઉપસ્થિત ભારતીયોએ ભારત માતા કી જય અને જય ભવાની જય ઉત્તરાખંડના નાદ સાથે દેશથી દૂર રહી નિકટતા પ્રગટ કરી હતી.


મુખ્યમંત્રી પુષ્કરસીંગ ધામી અને સ્વાસ્થ્ય મંત્રી ધનસીંગ રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ઉતરાખંડે કરેલા વિકાસની માહિતી દુબઈમાં વસતા ભારતીયોને આપી હતી. ૨૦૧૪ પહેલાનુ ભારત અને પછીના નવા ભારતનાં તફાવતથી અવગત કરાવતા તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં દરેક દેશ હવે ભારતને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. તેમણે ઉતરાખંડમાં ભવિષ્યમાં આવનારી યોજનાઓ અંગે જાણકારી આપી વિદેશમાં વસતા ભારતીયોને ઉતરાખંડમાં રોકાણ કરવાના ફાયદા અને સરળતા વિશે વિગતે જણાવ્યું હતું.
આ પ્રસંગે આ કાર્યક્રમનુ આયોજન કરનારા ઉતરાખંડ એસોસિયેશનનાં દેવેન્દ્ર કોરંગા, સંજયસીંગ થાપા, નવિન જોષી, જે પી કોઠારી, ઉત્તમ સકલાની, હરીશ બાલૂની, સૂર્યા જોષી, સાથે અબુધાબી અને ઓમાન એસોસિએશનના પ્રમુખ સાથે દુબઈ ચેમ્બર ઓફ કોમર્સનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇઝરાયેલ-હમાસ વચ્ચે ટ્રમ્પનું નિવેદન, ગાઝા શરણાર્થી પર પ્રતિબંધ મુકવા વચન આપ્યું
Next articleફિક્સ પગાર મેળવતા ગુજરાતના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ