Home દુનિયા - WORLD દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે: યુ એ ઈ ના શાશક શેખ...

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે: યુ એ ઈ ના શાશક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ

51
0

દુબઈના નવા એરપોર્ટ પરથી વાર્ષિક 26 કરોડ મુસાફરો અવરજવર કરશે

(જી.એન.એસ) તા. 3

દુબઈ,

યુ એ ઈ ના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે એક મોટી જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું કે દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે અને આ એરપોર્ટ આગામી 10 વર્ષમાં તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં કદમાં 5 ગણું મોટું હશે. નવા એરપોર્ટનું નિર્માણ 3 લાખ કરોડ રૂપિયાના ખર્ચે થશે. આ એરપોર્ટ પરથી વાર્ષિક 26 કરોડ મુસાફરો અવરજવર કરશે. જાણો તે કેટલું અલગ અને ભવ્ય હશે.

આ એરપોર્ટને અલ મક્તૂમ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે. એરપોર્ટમાં 400 બોર્ડિંગ ગેટ અને 5 રનવે હશે. 70 ચોરસ કિલોમીટરમાં તૈયાર થનારા આ એરપોર્ટ માટે 5 પેસેન્જર ટર્મિનલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. ક્ષમતાના સંદર્ભમાં પણ તે અન્ય એરપોર્ટની તુલનામાં ઘણું સારું હશે. વાર્ષિક 12 મિલિયન ટન કાર્ગોની ક્ષમતા હશે. યુ એ ઈ ના શાસકે તેમના ટ્વીટમાં તેની ઘણી યોગ્યતાઓ ગણાવી છે. ટ્વિટ અનુસાર આ એરપોર્ટ દુબઈ એવિએશન કોર્પોરેશનની રણનીતિનો ભાગ હશે. મુસાફરોની સુવિધા માટે અહીં હાલના સમયની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અહીં મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ મળશે જે કોઈપણ એરપોર્ટ પર પહેલીવાર જોવા મળશે. આ એરપોર્ટ માટે દુબઈના દક્ષિણ ભાગમાં એક શહેરની સ્થાપના કરવામાં આવી રહી છે. આ શહેર અને એરપોર્ટ દુબઈની જાણીતી કંપનીઓને લોજિસ્ટિક્સ અને એર ટ્રાન્સપોર્ટ સપોર્ટ આપશે. ભવિષ્યના દૃષ્ટિકોણથી આ પ્રોજેક્ટ ખૂબ જ ખાસ હશે.

શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ આગામી પેઢીઓના વિકાસને સુનિશ્ચિત કરશે, તે વિશ્વનું એકમાત્ર એવું એરપોર્ટ હશે જેનું પોતાનું બંદર હશે. તેનું પોતાનું શહેરી હબ અને તેનું પોતાનું વૈશ્વિક કેન્દ્ર હશે. તેનાથી અર્થતંત્રની સાથે વેપારને પણ વેગ મળશે. પ્રવાસન ક્ષેત્રે પણ આ એક મોટો બદલાવ સાબિત થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડામાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે
Next articleબ્રાઝિલમાં અનરાધાર વર્ષાએ તબાહી મચાવી, 10 ના મોત