(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગ અને શેરબજારના ડબ્બા ટ્રેડીંગની જેવી પ્રવૃતિમાં સંડોવાયેલા અને દુબઈથી પકડી પાડવામાં આવેલા દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કરને પ્રત્યાર્પણ મારફતે દુબઈથી અમદાવાદ પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી. સ્ટેટ મોનીટરીંગ સેલ(અસએમસી) દ્વારા અમદાવાદ લાવ્યા બાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાયો હતો. જેમાં તેને 7 સપ્ટેમ્બર 2024 (શનિવાર) સુધીની પોલીસ કસ્ટડી મલી હતી.
-દરમિયાન પોલીસે આરોપી દિપક ઠક્કરના ઘરની ઝડતી લેતા તેના ઘરમાંથી રોકડા રૂ.4,50,000 મળી આવ્યા હતા.
આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલ વધુ તપાસમાં દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર અને તેના કુટુંબીજનોના નામે અમદાવાદ તથા ગુજરાતમાં વિવિધ ઠેકાણે અનેક મિલકતો હોવાનું બહાર આવ્યું છે, જેની કિંમત કરોડો માં છે. જેમાં અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પાસે ટાઈટેનીયમ વન બિલ્ડીંગમાં બે ઓફિસો આવેલી છે. તે સિવાય સાયન્સ સિટી રોડ પર બેબીલોન ક્લબ પાછળ 3600 વારનો એક પ્લોટ ધરાવે છે. ભુયંગદેવ ચાર રસ્તા પેસ કાલુપુર બેન્કમાં તથા સતાધાલ ચાર રસ્તા પાસે કોટક મહિન્દ્રા બેન્કમાં લોકર ધરાવે છે. ઉપરાંત ડીસામાં પાટણ રોડ પર ત્રણ વર્ષથી સીએનજી ગેસનો પંપ પણ ધરાવે છે. ડીસામાં નીલકમલ સોસાયટીમાં 1200 ફૂટના ત્રણ પ્લોટ ધરાવે છે.ડીસામાં જ રાજકમલ પાર્કમાં 1375 ફૂટ જગ્યામાં તેના અને તેની પત્નીના સંયુક્ત નામે કાન આવેલું છે.
પાલનપુર હાઈવે પર એક મોટો પ્લોટ પણ ધરાવે છે, એપીએમસી ડીસા અને ભાભરમાં એક એક દુકાન ધરાવે છે. ભાભર ખાતે 11 વિઘા અને ડીસામાં 11 વીઘા જમીન ધરાવે છે. દિપક ઠક્કરની ડીસામાં પણ 11 વીધા ખેતીની જમીન આવેલી છે. તે સિવાય તેની પાસે હોન્ડા કંપનીની બ્રીઓ તથા ટોયેટો કંપનીની ઈનોવા કાર છે. દુબઈમાં તેની પાસે નિષાન કંપીનીન કાર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ આ મિલ્કતો અંગે વધુ તપાસ ચાલી રહી છે અને આ બાબતે હજી પણ ઘણા મોટા ખુલાસા થઈ શકે તેમ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.