ફાઇઝર ઇંકના મુખ્ય કાર્યકારી અધિકારી અલ્બર્ટ બૌર્લા બીજીવાર કોવિડથી સંક્રમિત થયા છે. ફાઇઝર દુનિયાની પ્રથમ કંપની હતી, જેની કોવિડ વેક્સીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંજૂરી આપી હતી. એટલું જ નહીં દુનિયામાં પ્રથમવાર ફાઇઝરની વેક્સીન લોકોને લગાવવાની શરૂ થઈ હતી. ફાઇઝરે દાવો કર્યો હતો કે તેની કોવિડ વેક્સીન દુનિયામાં બાકી વેક્સીનની તુલનામાં વધુ પ્રભાવી છે.
તેમ છતાં ફાઇઝર કંપનીના સૌથી મોટા અધિકારી બીજીવાર કોવિડ સંક્રમિત થવા પર વેક્સીનની પ્રભાવકારિતા પર સવાલ ઉઠી રહ્યાં છે. કોવિડ સંક્રમિત થયા બાદ અલ્બર્ટ બૌર્લાએ કહ્યુ કે મને સારૂ છે અને મારી અંદર સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. 60 વર્ષીય બૌર્લા પ્રથમવાર ઓગસ્ટમાં કોવિડથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમણે ફાઇઝરની કોવિડ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ Paxlovid ને શરૂ કરી હતી. Paxlovid એક એન્ટીવાયરલ દવા છે જેનો ઉપયોગ વધુ જોખમવાળા લોકો, જેમ કે મોટી ઉંમરના લોકોની સારવાર માટે કરવામાં આવે છે.
બોર્લાએ ફાઇઝર કોવિડ વેક્સીનના ચાર ડોઝ લીધા છે. ફાઇઝરે આ વેકસીન પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેકની સાથે મળીને વિકસિત કરી છે. તેમણે અત્યાર સુધી ફાઇઝરનો નવો બૂસ્ટર ડોઝ લીધો નથી. મોડર્ના અને ફાઇઝર-બાયોએનટેકે નવો બૂસ્ટર ડોઝ બનાવ્યો છે, જે કોવિડના BA.5 અને BA.4 ઓમાઇક્રોન સબવેરિએન્ટનો સામનો કરવામાં સક્ષમ છે. અમેરિકામાં કુલ કોવિડ કેસમાં BA.5 સંક્રમણના 84.8 ટકા કેસ છે અને BA.4ના 1.8 ટકા કેસ સામે આવી રહ્યાં છે.
ફાઇઝરના સીઈઓએ કહ્યું કે મેં હજુ સુધી નવો બૂસ્ટર ડોઝ લીધો નથી, કારણ કે છેલ્લે કોવિડથી સંક્રમિત થયાના ત્રણ મહિના સુધી વેક્સીન ન લેવાના સરકારી દિશાનિર્દોશોનું પાલન કરી રહ્યો હતો. અમેરિકી સીડીસી અનુસાર કોવિડ સંક્રમણથી સાજા થયાના ત્રણ મહિના સુધી દર્દીએ વેક્સીનથી બચવું જોઈએ. એફડીએ ઓગસ્ટમાં ફાઇઝર અને મોડર્નાના અપડેટેડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.