Home ગુજરાત દુધઈ સબ બ્રાન્ચ કેનાલના નિર્માણ માટે ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં

દુધઈ સબ બ્રાન્ચ કેનાલના નિર્માણ માટે ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં

33
0

(GNS),27

ભુજ તાલુકાના કિસાનોને સતાવતા પીજીવીસીએલ, મહેસૂલ, ટાવર લાઇનો, તળાવો, ખાતરની તંગી અને કચ્છને નર્મદાના નિયમિત અને વધારાના પાણી બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા 9 તાલુકા મથકોએ ધરણાં કરવામાં આવ્યા હતા. નર્મદા લાવો કચ્છ બચાવો નાં નારા સાથે ભારતીય કિસાન સંઘનાં નેજા હેઠળ કચ્છનાં ખેડૂતો એકત્રિત થયા હતા.

ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે,કચ્છમાં નર્મદાના નિયમિત પાણીની દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં ટેન્ડર વધુ એક વાર રદ કરી દેવાયા છે. આ કેનાલના લાભાર્થી ગામો સરહદી છે અને પાણી માટે અન્ય કોઇ સ્ત્રોત નથી ત્યારે નર્મદાના પાણી એકમાત્ર વિકલ્પ છે. કેનાલ બનાવવા માટે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર છે તેમ છતાં કોઇ કારણોસર દુધઈ સબ બ્રાન્ચ કેનાલના નિર્માણ અંગેના ટેન્ડર વારંવાર રદ કરી દેવામાં આવે છે.

તો 9મી ઓક્ટોબરના ભારતીય કિસાન સંઘનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે જનપ્રતિનિધીઓ અને અધિકારીઓને રૂબરૂ મળ્યું ત્યારે એક માસમાં કામ ચાલુ થઇ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં ફરી એકવાર ટેન્ડર રદ કરી દેવાયું છે ત્યારે ગુજરાત સરકાર- મુખ્ય મંત્રી ચલાવે છે કે, તંત્રના અધિકારીઓ તે એક પ્રશ્ન ઊભો થયો છે.

દુધઈ બાન્ચ કેનાલનું કામ તાત્કાલિક મુળ યોજના મુજબ શરૂ કરાય તેવી માગ કરવામાં આવી રહી છે. આ કામ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો 28મી નવેમ્બર બાદ જિલ્લા સ્તરે 25000થી 40000 ખેડૂતો અને લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં બકરીના દૂધના સંપાદન અને બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સક્રિયપણે કરાઈ ચર્ચા-વિચારણા, સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠનની રજૂઆતને ધ્યાને લઇ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી
Next articleવડોદરામાં ભાજપ નેતાના ઘરમાં વાસણ ખખડ્યાં