Home રમત-ગમત Sports દીપેન્દ્રએ 9 બોલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો

દીપેન્દ્રએ 9 બોલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો

44
0

(GNS),28

એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ સ્પર્ધામાં મોંગોલિયા સામેની પ્રારંભિક મેચમાં નેપાળે એક સાથે ત્રણ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. નેપાળની ક્રિકેટ ટીમે ટી20માં 300થી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ ઉપરાંત નેપાળના બેટ્સમેન કુસલ મલ્લાએએ 34 બોલમાં સદી ફટકારતા ટી20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ કર્યો હતો. કુશલે ટી20માં ઝડપી સદી ફટકારવાની બાબતમાં સાઉથ આફ્રિકાના ડેવિડ મિલર અને ભારતના સુકાની રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા હતા. મલ્લાએ ત્રીજા ક્રમે બેટિંગ કરતા આઠ ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી અણનમ 137 રન ઝૂડ્યા હતા.

મોંગોલિયા સામે પ્રથમ બેટિંગ કરતા નેપાળે 20 ઓવરમાં ત્રણ વિકેટે 314 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં મોંગોલિયાની ટીમ 13.1 ઓવરમાં 41 રનમાં સમેટાઈ જતા તેનો 273 રનથી પરાજય થયો હતો. નેપાળના પાંચમાં ક્રમના બેટ્સમેન દીપેન્દ્ર સિંઘ એરીએ (52*) 9 બોલમાં અડધી સદી ફટકારીને ટી20માં સૌથી ઝડપી સદી ફટકારવાની બાબતમાં ભારતના યુવરાજ સિંઘનો રેકોર્ડ પણ તોડ્યો હતો. યુવરાજે 19 સપ્ટેમ્બર 2007માં ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ઝડપી ફિફ્ટી ફટકારી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડ કપ ટીમમાં સામેલ નહીં કરાતા બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટને ક્રિકેટ બોર્ડ સામે બળાપો ઠાલવ્યો
Next articleઓખા નજીક દરિયામાંથી એક શંકાસ્પદ ઈરાની બોટ ઝડપાઈ