Home દેશ - NATIONAL દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના

દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના

31
0

(GNS),17

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જો કે દિલ્હી સહિત હવામાન વિભાગે જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તે જ સમયે, 17 અને 18 ઓક્ટોબરે આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો પણ છે..

આજે ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. તે જ સમયે, કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી મોસમ યથાવત છે. તિરુવનંતપુરમમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં અને ત્યાં આવેલ મકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમમાં આગામી પાંચ દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે અને હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. તિરુવનંતપુરમનું આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે સવારથી આકાશ વાદળછાયું છે. સવારે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો..

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનૌમાં આજે વરસાદની સંભાવના છે. સાથે જ વારાણસીમાં ક્યારેક તડકો તો ક્યારેક છાંયો પણ રહેશે. જો કે, સૂર્ય ચમકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. બિહારનું હવામાન કેવું રહેશે?.. જે વિષે જણાવીએ, સોમવારે રાત્રે બિહારના વિવિધ જિલ્લાઓમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાત્રે પટના અને વૈશાલીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.જોરદાર તોફાન અને પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે સમસ્તીપુર, જહાનાબાદ, નાલંદા અને રોહતાસમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેરઠમાં ઘરમાં વિસ્ફોટ થતા 4 લોકોના દર્દનાક મોત
Next articleમણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાના કેસમાં CBIએ 6 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી