Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી-NCRમાં ભારે વરસાદ, રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાને લઈ એલર્ટ

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાને લઈ એલર્ટ

47
0

(GNS),17

બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને દિલ્હી એનસીઆરમાં જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હી એનસીઆરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ શરૂ થયો છે. તે જ સમયે, આ બે રાજ્યો સિવાય, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના બાકીના રાજ્યોમાં ગાઢ વાદળો છવાયેલા છે. આ તમામ રાજ્યોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે હવામાનની સ્થિતિ પણ થોડી ઢીલી પડી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી દિલ્હી એનસીઆર ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના લોકોને આકરી ગરમીથી ઘણી રાહત મળવાની છે. જો કે, એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પાંચ દિવસ બાદ ફરી એકવાર તાપમાનમાં ઝડપથી વધારો થશે.

આપને જણાવી દઈએ કે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત લગભગ 15 દિવસથી આકરી ગરમી અને હીટ સ્ટ્રોકથી ત્રાહિમામ પોકારી ગયું હતું. જેના કારણે જ્યાં વીજકાપ વધી ગયો હતો ત્યાં લોકો રાતની ઊંઘ અને દિવસની શાંતિથી વંચિત રહ્યા હતા. અહીં લોકો ચોમાસાના વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં બિપરજોય વાવાઝોડાના કારણે થયેલા વરસાદે લોકોને ઘણી રાહત આપી છે. ખાસ કરીને ગુજરાતને વાવાઝોડાએ ધમરોળ્યા બાદ રાજસ્થાન પણ ભારે પવને નુકસાન વેર્યું છે. હવામાનશાસ્ત્રીઓના મતે ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડાને કારણે ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનોને કારણે આકરી ગરમી વચ્ચે પણ લોકોને થોડી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી ઘટીને 34 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન પણ 29 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 25 ડિગ્રી સેલ્સિયસ થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNCP નેતાએ પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા
Next articleવડાપ્રધાન તાત્કાલિક ધોરણે મણીપુર પર ધ્યાન આપે : પૂર્વ આર્મી ચીફ