Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી-NCRમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા

24
0

(GNS)),19

દિલ્હી-NCRના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ભેજવાળા ઉનાળાની વચ્ચે લોકોને આ વરસાદથી થોડી રાહત ચોક્કસ મળી છે, પરંતુ બહુ નહીં. છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય રાજધાની અને NCR વિસ્તારોમાં ગરમી વધી હતી. લોકો વરસાદ (Rain)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગે આજે અને આવતીકાલે દિલ્હી (Delhi) માં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદને કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. IMDએ આગામી બે કલાક દરમિયાન યુપી, હરિયાણા અને NCRના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બાગપત, મોદીનગર, હાપુડ, પીલખુવા કાંધલા, યુપીના બારોટ સિવાય હરિયાણાના ગન્નૌરમાં, NCRના લોની દેહાત, હિંડોન AF સ્ટેશન, ગાઝિયાબાદ, છપરાલા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, બલ્લભગઢમાં વરસાદ પડી શકે છે. વરસાદ બાદ દિલ્હીના તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન ગઈકાલ કરતા બે ડિગ્રી ઓછું હોઈ શકે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 37.4 જ્યારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હિમાચલ પ્રદેશમાં આ દિવસોમાં વરસાદે તારાજી સર્જી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. દરમિયાન, હવામાન વિભાગે 21-22 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDએ 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે હિમાચલમાં શુક્રવારે 65 મકાનો ધરાશાયી થયા અને 271ને નુકસાન થયું હતું અને 875 રસ્તાઓ બંધ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. રાજસ્થાનમાં આજથી 21 ઓગસ્ટ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કોટા, ઉદયપુર, ભરતપુર, જયપુર અને અજમેરના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ધોલપુર, ભરતપુર અને જયપુરમાં 21 ઓગસ્ટે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ગઈકાલે ઉધમસિંહ નગરમાં ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ભૂસ્ખલનના અનેક અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field