Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમએ રાજીનામું આપી દીધું!…

દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમએ રાજીનામું આપી દીધું!…

30
0

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમએ નાટકીય રીતે રાજીનામું આપી દીધું છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ત એક ‘ધર્માંતરણ કાર્યક્રમ’ માં સામેલ થયા હતા. આ કાર્યક્રમને લઇને રાજધાનીમાં રાજકીય બબાલ મચી ગઇ હતી. રાજેન્દ્ર પાલની આ કાર્યક્રમમાં હાજરી અને ભગવાન પર આપેલા કથિત નિવેદનની ભાજપે ટીકા કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ પણ રાજેન્દ્ર પાલથી નારાજ છે.

આ વીડિયોને લઇને દાવો કરવામાં આવ્યો હતો કે કાર્યક્રમમાં સામેલ તમામ લોકો હિંદુ દેવી-દેવતાઓની પૂજા છોડવાનો સંકલ્પ લઇ રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર લોકોએ ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગનું અનુસરણ કરવાનો સંકલ્પ લીધો. ત્યારબાદ ભાજપે દિલ્હી સરકાર પર નિશાન સાધતાં AAP ધારાસભ્ય રાજેંદ્ર પાલ ગૌતમને બરખાસ્ત કરવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે પણ રાજેન્દ્ર પાલે નારાજગી જણાવવામાં આવી રહ્યા હતા.

કેજરીવાલ સરકારમાં રાજેન્દ્ર પાલ ગૌતમની પાસે ઘણા મહત્વપૂર્ણ મંત્રાલય હતા. જળ, પર્યટન, સંસ્કૃતિ, કલા તથા ભાષા મંત્રાલયની જવાબદારી રાજેન્દ્ર પાલ પાસે હતી. એટલું જ નહી તેમને સોશિયલ વેલફેર, એસસી-એસટી, સહકારિતા અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે સીમાપુરી વિધાનસભા સીટ પરથી AAP માટે જીત પ્રાપ્ત કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુરૂગ્રામમાં ભારે વરસાદનો કહેર , ગુરૂગ્રામમાં ભારે વરસાદના લીધે સેક્ટ 111ના તળાવમાં બાળકો ડૂબવાની આશંકા
Next articleપ્રધાનમંત્રીએ મુલાયમ સિંહ યાદવને આપી શ્રદ્ધાંજલિ, પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કહ્યું ‘લોકશાહી માટે તેઓ મુખ્ય સૈનિક હતા’