(જી.એન.એસ) તા. 1
નવી દિલ્હી,
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપી છોડી ગયેલા તમામ આઠ ધારાસભ્યો શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. શુક્રવારે તમામ 8 ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજા જ દિવસે બધા ભાજપમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટી છોડનારા 8 ધારાસભ્યો ટિકિટ ન મળવાથી નારાજ હતા અને અન્ય પક્ષોના સંપર્કમાં હતા. મોટાભાગના ધારાસભ્યોએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામા શેર કર્યા અને ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ માટે આમ આદમી પાર્ટીની ટીકા કરી હતી. આમ આદમી પાર્ટી પર લગાવ્યા હતા સાથેજ રાજીનામું આપનારા ધારાસભ્યોએ તેમના પત્રમાં કહ્યું હતું કે, પાર્ટી હવે તે પ્રામાણિક વિચારધારાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. જેના પર આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી. આમ આદમી પાર્ટીની હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થયું.
ભાજપમાં જોડાતા ધારાસભ્યોમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્મા, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન અને માદીપુરના ધારાસભ્ય ગિરીશ સોનીનું નામ શામેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.