Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ;આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યો ત્રણ દિવસ માટે...

દિલ્હી વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ;આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યો ત્રણ દિવસ માટે સસ્પેન્ડ

3
0

દિલ્હીની દારૂની નીતિમાં ફેરફારને કારણે 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી,

દિલ્હી વિધાનસભામાં દારૂની નીતિ સંબંધિત CAGનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ દારૂની નીતિ સંબંધિત CAGનો રિપોર્ટ રજૂ કર્યો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આ રિપોર્ટમાં એક સૌથી મોટો ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂની નીતિમાં ફેરફારને કારણે 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. CAGના રિપોર્ટ મુજબ, સ્થાનિક લાયસન્સમાં છૂટને કારણે 941 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિટેલ લાઇસન્સ માટે ટેન્ડર બહાર ન પાડવાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

CAGના 14માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે. બીજી બાજુ વિપક્ષે આ રજૂઆત દરમિયાન હોબાળો ચાલુ જ રાખતાં વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના કુલ 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સામેલ છે. આપ ના ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સુત્રોચ્ચાર કર્યા હતાં.

આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.

વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા AAPના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field