Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી પોલીસે નોરા ફતેહીને આર્થિક અપરાધ શાખાની સામે રજૂ થવા સમન્સ મોકલ્યું

દિલ્હી પોલીસે નોરા ફતેહીને આર્થિક અપરાધ શાખાની સામે રજૂ થવા સમન્સ મોકલ્યું

37
0

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહીની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને આર્થિક અપરાધ શાખા (EOW)ની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ મામલો સુકેશ ચંદ્રશેકર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની વસૂલીનો છે. દિલ્હી પોલીસે જેકલીનની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી.

જેકલીન સિવાય ટીમે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરી, જેણે કથિત રીતે જેકલીનને ઠગ સુકેશને મેળવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. પહેલા રાઉન્ડની પૂછપરછ દરમિયાન અધિકારીઓને જેકલીન અને પિંકી ઈરાનીના જવાબમાં અસમાનતા જોવા મળી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે બંનેની ફરી પૂછપરછ થઈ શકે છે.

પિંકી ઈરાનીને ગુરૂવારે દિલ્હી પોલીસની સામે રજૂ થવાનું કહ્યું છે પરંતુ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું નથી. પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે નોરા ફતેહીનો જેકલીન સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ પિંકી ઈરાની સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

વિશેષ કમિશનર રવીન્દ્ર યાદવે કહ્યુ- કારણ કે પિંકી ઈરાની અહીં છે, તેથી અમે કાલે બંને (નોરા અને પિંકી ઈરાની)ની પૂછપરછ કરવા ઈચ્છીએ છીએ. કેટલીક વસ્તુ છે જેને સ્પષ્ટ કરવાની જરૂર છે. આ મામલાના સંબંધમાં નોરા અને જેકલીન વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે પોલીસે નોરા ફતેહીની બળજબરીથી વસૂલીના મામલામાં આશરે સાત કલાક પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ અનુસાર નોરા ફતેરીને સુકેશ પાસેથી ઘણી કિંમતે ભેટ મળી હતી. તે ચેન્નઈમાં એક કાર્યક્રમનો ભાગ હતી, જેની સુકેશ ચંદ્રશેખર સાથે પણ લિંક છે.

આ પહેલા પોલીસે કહ્યું હતું કે કેટલાક સવાલ છે જેનો જવાબ આપવાની જરૂર છે અને ષડયંત્રમાં સામેલ લોકોની લિંકની જાણકારી મેળવવા તપાસ કરવામાં આવી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તર પ્રદેશમાં બે સગી બહેનોની લાશ ઝાડ સાથે લટકેલી હાલતમાં મળતા હડકંપ મચ્યો
Next articleમિત્રોએ પ્લાન બનાવીને એક મિત્ર સાથે એવી હરકત કરાવડાવી કે અફરાતફરી મચી ગઈ