દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવાર (4 ડિસેમ્બર) એ મતદાન થયું છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે દિલ્હી કોર્પોરેશન (MCD) માટે રવિવારે સાંજે 5.30 કલાક સુધી કુલ 50 ટકા મતદાન થયું છે. રાજ્ય ચૂંટણી પેનલે આગળ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા બુથો પર સાંજે 5.30 કલાકે નિર્ધારિત સમય બાદ મતદાન ચાલી રહ્યું હતું. દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં સાંજે 4 કલાક સુધી કુલ મતદાન 45 ટકા રહ્યું હતું. એમસીડીના 250 વોર્ડ માટે મતદાન સવારે 8 કલાકે શરૂ થયું હતું. છેલ્લા 15 વર્ષથી દિલ્હી એમસીડીમાં ભાજપની સત્તા છે. આ વખતે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. સવારે આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી.
રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં 1.45 કરોડથી વધુ નાગરિત મત આપવા માટે પાત્ર છે. આ વર્ષે કુલ 1349 ઉમેદવાર મેદાનમાં છે. સ્થાનીક સ્વરાજ ચૂંટણી માટે 13638 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. મત ગણતરી 7 ડિસેમ્બરે થશે. MCD ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ભાજપે AAP વિરુદ્ધ અનેક વીડિયો ક્લિપ જાહેર કરી હતી. જેમાં કથિત રીતે જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ લેતા બતાવવામાં આવ્યા હતા. આમાંથી એક વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ લેતા દેખાડવામાં આવ્યા હતા. આરોપને નકારી કાઢતા AAPએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનને માત્ર તબીબી સલાહ પર જ ફિઝિયોથેરાપી આપવામાં આવી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.