Home રમત-ગમત Sports દિલ્હી અને ચેન્નાઈની મેચ દરમિયાન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં...

દિલ્હી અને ચેન્નાઈની મેચ દરમિયાન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

128
0

સીઝનમાં પહેલી જીત બાદ ધીમી ઓવર રેટના કારણે રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો

(જી.એન.એસ),તા.૦૧

મુંબઈ,

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કરાણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રવિવારે રમાયેલી આ મેચમાં દિલ્હીએ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈને 20 રને હરાવ્યું હતું. દિલ્હી કેપિટ્લ્સની ખુશી વધુ સમય માટે ન ટકી કારણ કે, તેના પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેપ્ટન પંત પર આ દંડ સીએસેકેની મેચ દરમિયાન સ્લો ઓવર નાંખવા બદલ ફટકારવામાં આવ્યો છે. પંતનો સ્લો ઓવરને લઈ આ સીઝનનો પહેલો દંડ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમ નિર્ધારિત સમયની અંદર પોતાની 20 ઓવર પુરી કરી શકી ન હતી અને નક્કી કરેલા સમયથી 3 ઓવર પાછળ ચાલી રહી હતી. આ કારણે દિલ્હી કેપિટ્લ્સને છેલ્લી 2 ઓવરમાં 5ના સ્થાને ચાર ખેલાડીઓ 30 ગજની બહાર ઉભા હતા.

દિલ્હીની આ ભૂલનો ફાયદો ઉઠાવી એમએસ ધોનીએ છેલ્લી ઓવરમાં 20 રન બનાવ્યા હતા. આઈપીએલ 2024માં આ બીજી ટીમ છે જેના પર સ્લો ઓવરને લઈ ટીમના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ લાખો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંદાજે 15 મહિના બાદ મેદાન પર પરત ફર્યા બાદ પંતે સીએસકે વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી હતી. સીએસકે વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે આ અડધી સદી 31 બોલમાં ફટકારી હતી. મેદાન પર પરત ફર્યા બાદ પંતની પહેલી આ અડધી સદી છે. 32 બોલમાં તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 સિ્ક્સ આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચેન્નાઈ સામે દિલ્હીની રોમાંચક જીત
Next articleચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર જોવા મળ્યો