(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી
દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. ભૂકંપના આ આંચકા બપોરે 3.36 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી છે. ભૂકંપના આ આંચકા ઉત્તર દિલ્હીમાં જ અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.. છેલ્લા 40-45 દિવસમાં દિલ્હી-NCRમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. જો કે, આમાંના મોટાભાગના ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. સૌથી મજબૂત આંચકો 3 નવેમ્બરે આવ્યો હતો જ્યારે ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. જો કે, અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું, પરંતુ તેની અસર યુપી-બિહાર, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તરાખંડ સુધી જોવા મળી હતી..
નેપાળમાં 3 નવેમ્બરે આવેલા ભૂકંપમાં 150 થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે ભારે નુકસાન પણ થયું કારણ કે જે સમયે આંચકા અનુભવાયા તે સમયે રાત હતી અને લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. 2015 પછી નેપાળમાં આ સૌથી ભયંકર ભૂકંપ હતો. અગાઉ 2015માં રિક્ટર સ્કેલ પર 7.8 અને 7.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા, જેમાં લગભગ 8 હજાર લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.. ધરતીના અમુક ભાગમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. સામાન્ય રીતે ભૂકંપ ત્યારે વધુ ખતરનાક બની જાય છે જ્યારે તેની તીવ્રતા 4.5 થી વધુ હોય. 4 થી 4.9ની તીવ્રતાના ભૂકંપના કારણે ઘરોની બારીઓ તૂટી શકે છે. જો કે, આમાં કોઈ મોટું નુકસાન થવાની સંભાવના ઓછી છે, પરંતુ જો આ તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 અથવા 6 થી ઉપર જાય છે, તો કેટલીક જગ્યાએ મોટી તબાહીની સંભાવના છે. ખાસ કરીને ઘણા પહાડી વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.