(જી.એન.એસ),તા.૧૩
દિવાળીની ઉજવણી દરમિયાન સુપ્રીમ કોર્ટનો આદેશ દિલ્હીવાસીઓએ નેવે મુકી દીધા હતા. રવિવારે રાત્રે દિવાળીના અવસર પર ગાઝિયાબાદથી દિલ્હી અને ફરીદાબાદથી ગુરુગ્રામ સુધી અનેક જગ્યાએ પ્રતિબંધ છત્તા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિને જોતા ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે બાદ મોડી રાત સુધી વિસ્ફોટ ચાલુ રહ્યા હતા. સોમવારે સવારે તેનુ પરિણામ દેખાઈ રહ્યુ છે. દિલ્હીની હવા ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે. આજે સવારે લગભગ 6 વાગ્યે, દિલ્હીમાં સરેરાશ AQI 286 હતો, જ્યારે નોઈડામાં AQI 290 હતો. દિલ્હીમાં બે દિવસ પહેલા પડેલા વરસાદે શનિવારે અને રવિવારે રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો હતો. રવિવારે સવારે હવાની ગુણવત્તા સુધરીને AQI 200ની આસપાસ થઈ ગયો હતો. દિલ્હીની હવા આટલી સ્વચ્છ હોય એવું છેલ્લાં આઠ વર્ષમાં પહેલીવાર બન્યું હતું, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહી, જ્યારે ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે.
CPCB અનુસાર, દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 275 છે. દિલ્હીના અલગ-અલગ સ્ટેશનોમાં AQI 500થી ઉપર નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, રવિવારે રાત્રે દિલ્હીના આરકે પુરમમાં PM 2.5નું સ્તર 593 mgcm સુધી નોંધાયું હતું. આ જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ આનંદ વિહારમાં PM 10નું સ્તર વધીને 272 અને PM 2.5 થી 240 થઈ ગયું હતું. સોમવારે સવારે રિપોર્ટ અનુસાર, આનંદ વિહારમાં AQI 296 નોંધવામાં આવ્યો છે. જ્યારે આરકે પુરમમાં 290 અને પંજાબી બાગમાં 280 તેમજ ITO ખાતે હવાની ગુણવત્તા 263 નોંધવામાં આવી છે. બીજી તરફ પંજાબમાં દિવાળીના અવસર પર પરાળ સળગાવવાના કેસમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, પંજાબમાં કુલ 987 સ્થળોએ પરાળ સળગાવવાના કેસ નોંધાયા છે. પંજાબમાં અત્યાર સુધીમાં 24717 પરાળ સળગાવવાના કેસ નોંધાયા છે. દિલ્હીમાં રવિવાર કરતાં સોમવાર વધુ ઝેરી હતી હવા અને રવિવાર-સોમવારનું AQI સ્તર જણાવીએ તો, આનંદ વિહાર: 267-289, આરકેપુરમ: 242-272, લોધી રોડ: 144-284, જહાંગીરપુરી: 268-313 અને બાવાના: 225-295 જેટલું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.