Home ગુજરાત દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે અમિત શાહ દિલ્હી જવા રવાના

દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે અમિત શાહ દિલ્હી જવા રવાના

20
0

ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા

(જી.એન.એસ),તા.૧૩

અમદાવાદ,

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ ગુજરાતમાં હોવાથી વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. આ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. ત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હોવાનુ કહેવાય છે.  સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનોની દિલ્લી ચલો માર્ચ શરૂ થઈ છે. 2500થી વધુ ટ્રેકટરો સાથે દિલ્લી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આગળ વધી રહ્યાં છે. MSP સહિત 10 મુદ્દાની માંગ પર ખેડૂતો અડગ છે. ત્યારે દિલ્હીમાં સ્થિતિ વણસવાની છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, જ્યાં તેઓ BAPS હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી દોડવું પડ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાનના આબુરોડમાં ગાડી ચાલકે 9 લોકોને કચડ્યા ,  4ની હાલત ગંભીર
Next articleગુજરાતમાં 26 લોકસભા બેઠક પર એકપણ યુવા સાંસદ નથી