Home ગુજરાત દિલ્હીમાં કિક બોક્સિંગની ટુર્નામેન્ટમાં વડોદરાની યુવતીએ ગોલ્ડ મેડલ જીત્યો

દિલ્હીમાં કિક બોક્સિંગની ટુર્નામેન્ટમાં વડોદરાની યુવતીએ ગોલ્ડ મેડલ જીત્યો

37
0

તાજેતરમાં નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વડોદરાની કિક બોક્સર મનીષા વાળાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય કિક બોક્સરોની કેટેગરીમાં તેણે 10 પોઇન્ટ મેળવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ઉઝબેકિસ્તાન, જોર્ડન અને સાઉથ કોરિયાના પ્લેયર્સે પણ ભાગ લીધો હતો. મૂળે ગીર સોમનાથ જિલ્લાની મનીષા વાળાએ શરૂઆતમાં કિક બોક્સિંગની ટ્રેનિંગ વડોદરામાં લીધી હતી. ત્યારબાદ ભારતના દાર્જિંલિંગ, દિલ્હી જેવા શહેર ઉપરાંત સિરિયા અને જોર્ડનમાં પણ જઇને તાલીમ લીધી છે.

એમએસ યુનિવર્સિટીમાંથી 2010માં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેણે મુંબઇની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિશલ સાયન્સિસમાંથી મેન્ટલ હેલ્થ વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તાજેતરમાં તેને નારી શક્તિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. મનીષા વાળાએ જણાવ્યું હતું કે, તે સ્કૂલમાં ખોખો-કબડ્ડીની સારી પ્લેયર હતી પણ કબડ્ડીમાં કિક મારતાં કિક અને પંચના કોમ્બિનેશન જેવા કિક બોક્સિંગની મેં વડોદરામાં તાલીમ શરૂ કરી હતી.

તે જિમ સહિત કિક બોક્સિંગની દરરોજ 25થી 3 કલાક પ્રેક્ટિસ કરે છે. કિક બોક્સિંગની આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે હાલમાં તૈયારી કરી રહી છે. તેના મતે હજી ગુજરાતમાં યુવતીઓ અને છોકરીઓ માટે કિક બોક્સિંગ ક્ષેત્રે ઘણી શક્યતાઓ છે. હજી સારા કોચ વધુ ન હોવાથી કોચિંગમાં પણ પ્લેયર સારી કારકિર્દી ઘડી શકે છે. મનીષા હાલોલ ખાતેની એક કંપનીના ટ્રસ્ટમાં ફરજ બજાવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં પત્નીને પકડવા પતિએ રોક્યો જાસૂસ, પણ ફોટા પાડતા જાસૂસ ખુદ પકડાઈ ગયો
Next articleઅમરેલી તાલુકાના મોટા માંડવડામાં બાળકીને એક શખ્શે લાલચ આપી દુષ્કર્મ આચર્યું