(GNS),30
છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા-જુદા રાજ્યોમાં ઔરંગઝેબને લઈને રાજનીતિ ચાલી રહી છે. આ બધાની વચ્ચે નવી દિલ્હી (New Delhi) મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ હવે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડો.એપીજે અબ્દુલ કલામ રાખ્યું છે. આ સંદર્ભે, એનડીએમસીની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે આ કામ લોકોની ભાવનાઓને માન આપવા, આપણા સમયના મહાપુરુષો અને મહિલાઓને તેમની ઓળખ અને સન્માન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં શેરીઓ/રસ્તાઓ/સંસ્થાઓના નામ બદલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં NDMCએ ઔરંગઝેબ રોડનું નામ બદલીને ડો. APJ અબ્દુલ કલામ રોડ કર્યું હતું અને હવે લેનનું નામ બદલીને દિલ્હીમાંથી મુગલ બાદશાહનું નામ હટાવી દીધું છે. આ નિર્ણય સામે આવ્યા બાદ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. NDMCના વાઇસ-ચેરમેન સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, નવી દિલ્હી મ્યુનિસિપલ એક્ટ, 1994ની કલમ 231ની પેટા-કલમ (1) ની કલમ (a)ના સંદર્ભમાં NDMC વિસ્તાર હેઠળની ‘ઔરંગઝેબ લેન’નું નામ બદલીને ડો.એપીજે અબ્દુલ કલામ લેન કરવાના વિચાર માટે કાઉન્સિલ સમક્ષ એક એજન્ડા આઇટમ મૂકવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.