Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીમાં ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીમાં ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

18
0

(જી.એન.એસ) તા. 12

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઈમેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે શાળાઓ અને હોસ્પિટલોને બદલે મ્યુઝિયમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદીઓએ ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મેલ મંગળવારે રેલવે મ્યુઝિયમ સહિત અનેક મ્યુઝિયમમાં એકસાથે પહોંચ્યા હતા. દિલ્હી પોલીસને આ મેલ વિશે માહિતી મળતા જ મ્યુઝિયમની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને કૉઇપણ વસ્તુ શંકાસ્પદ મળી ન હતી જેથી પોલીસે તેને ફેક ઈમેઈલ જાહેર કર્યા હતા. હાલ પોલીસે  આ ઈમેલ ધમકી બાબતે એક કેસ પણ નોંધી લીધો છે અને આ મેઈલ કોણે મોકલ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ
Next articleઆજ નું પંચાંગ (13/06/2024)