Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીમાં આપને વધુ એક મોટો ઝટકો; ત્રણ વર્તમાન કાઉન્સિલરો ભાજપમાં જોડાયા

દિલ્હીમાં આપને વધુ એક મોટો ઝટકો; ત્રણ વર્તમાન કાઉન્સિલરો ભાજપમાં જોડાયા

14
0

(જી.એન.એસ) તા. 15

નવી દિલ્હી,

દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી (આપ) ને વધુ એક મોટો ઝટકો મળ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો દ્વારા આપનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે.

ખૂબ મહત્વની વાત છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાવાની છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે MCDમાં પણ ભાજપનો દબદબો રહેશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો પર જીત મેળવી છે જ્યારે AAPને 22 બેઠકો મળી છે.

મેયરની છેલ્લી ચૂંટણી નવેમ્બર 2024માં યોજાઈ હતી પરંતુ કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો છે. ત્યારે AAPના મહેશ ખીંચી ભાજપના કિશન લાલ સામે માત્ર ત્રણ મતથી જીતી શક્યા હતા. મેયરની ચૂંટણીમાં કુલ 263 મત પડ્યા હતા, જેમાંથી મહેશ ખીંચીને 133 અને કિશન લાલને 130 મત મળ્યા હતા જ્યારે બે મત અમાન્ય હતા.

ભાજપમાં સામેલ થયેલા આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોમાં એન્ડ્રુઝ ગંજના કાઉન્સિલર અનિતા બસોયા, આરકે પુરમના કાઉન્સિલર ધરમવીર અને છપરાના વોર્ડ 152ના કાઉન્સિલર નિખિલનો સમાવેશ થાય છે. દિલ્હી વિધાનસભામાં જંગી જીત બાદ હવે ભાજપની નજર MCD પર પણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field