Home દેશ - NATIONAL દિલ્હીની હવા તો પ્રદુષિત, હવે પંજાબમાં AQI સ્તરે રાજ્યમાં ચિંતા વધારી

દિલ્હીની હવા તો પ્રદુષિત, હવે પંજાબમાં AQI સ્તરે રાજ્યમાં ચિંતા વધારી

35
0

(GNS),08

દિલ્હીની હવા દિવસેને દિવસે વધુ ઝેરી બનતી જઈ રહી છે, તેથી હળવા પવનને કારણે હવાની ગુણવત્તાના સ્તરમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવારે, દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI સ્તર 350 ની આસપાસ હતું. આનો સામનો કરવા માટે દિલ્હીમાં ટૂંક સમયમાં ઓડ-ઈવન શરૂ કરવામાં આવનાર છે. દિલ્હીમાં હાલમાં ગ્રેપ 3 પ્રતિબંધો લાગુ છે પરંતુ તેની વધુ અસર જોવા મળી રહી નથી. પંજાબમાં પણ પરાળ સળગાવવાની ઘટનાઓ વધી છે. AQIના આંકડા હવે દિલ્હીની સાથે પંજાબને પણ ડરાવી રહ્યા છે. પંજાબના ઘણા શહેરોમાં AQI સ્તર 250 ની આસપાસ રહે છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિલ્હીમાં હવાનું સ્તર સતત ઘટી રહ્યું છે, ઘણા વિસ્તારોમાં AQI સતત 400 થી ઉપર રહ્યો છે..

આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે પણ આ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પ્રદૂષણના વધતા સ્તરને જોતા દિલ્હીએ અન્ય રાજ્યોને પણ નિયંત્રણો લાદવા કહ્યું છે. જો કે પ્રદૂષણને કારણે સ્થિતી દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે પણ સોમવાર અને મંગળવારે પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ ખતરાના નિશાન પર છે. મંગળવારે, દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક 356 હતી, જે ખૂબ જ ખરાબ સ્થિતિમાં કહી શકાય. જ્યારે દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષિત હવા આનંદ વિહાર વિસ્તારની હતી જે 458 હતી. જો આપણે સૌથી નીચા AQI સ્તર વિશે વાત કરીએ, તો તે દિલ્હીના પુસા રોડ વિસ્તારમાં હતું જ્યાં તે 324 નોંધાયું હતું..

પંજાબની વાત કરીએ તો અહીં પણ ઘણા શહેરોનું AQI લેવલ સતત ઘટી રહ્યું છે. ભટિંડા, અમૃતસર, લુધિયાણા, પટિયાલા જેવા શહેરોમાં હવાની ગુણવત્તાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થાય છે, પરંતુ હાલમાં દિવસ દરમિયાન ઠંડી નથી. જોકે પ્રદૂષણના કારણે અહીંના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ભટિંડામાં AQI સ્તર 343 પર પહોંચી ગયું છે. જ્યારે અમૃતસરમાં 200, લુધિયાણામાં 242 અને પટિયાલામાં 251 નોંધાયા છે. પંજાબમાં પરાળ સળગાવવાનો આંકડો 20978 પર પહોંચી ગયો છે. જો કે પરાળ બાળવાના કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેના કારણે વધતું પ્રદૂષણ ઘણા શહેરોનું નામ બગાડી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં 16500 થી વધુ સ્ટબલ સળગાવવાના કેસ નોંધાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field