(જી.એન.એસ,હર્ષદ કામદાર)
નવા વર્ષ 2020 મા અગત્યના બે રાજ્યોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે દિલ્હી રાજ્ય કબજે કરવા ભાજપા તમામ પ્રકારના દાવ અજમાવી રહ્યો છે, તેને ચૂંટણી મુદ્દા મળતા નથી અને મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવામાં જકથબંધી નડી રહી છે કારણ કે અહીંયા ત્રણ જૂથ છે….! બીજી તરફ કોંગ્રેસ પક્ષે મર્યાદામાં જમીની સ્તરે પ્રચાર કાર્ય શરૂ કર્યું છે. પરંતુ દિલ્હી રાજ્યની પ્રજા કેજરીવાલ સરકારને તેને કરેલા પ્રજાહિતના કામોને લઈને પસંદ કરી રહી છે. કેજરીવાલ સરકારના તમામ ધારાસભ્યો જમીન સ્તરે ડોર ટુ ડોર આમ લોકો વચ્ચે ફરીને કોઈપણ પ્રકારનો દેખાડો કર્યા વગર કે શો-બાજી કર્યા વગર પ્રચાર કરી રહ્યા છે. જેમાં ખાસ તો કેજરીવાલની સરકારે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે જે પ્રકારે આધુનિક સરકારી શાળાઓ તૈયાર કરી તથા ત્યાંનું શિક્ષણ જોઈને અનેક ખાનગી શાળાઓ ની હાલત કફોડી કરી નાખી છે. તો શાળા ફીનુ ધોરણ નહીવત રાખેલ છે જેના થકી મોટાભાગના પરિવારો ખુશ છે. કારણ તેમની જે ખાનગી શાળાઓમા શિક્ષણની આકરી ફી લેવાતી હતી તે આધુનિક સારુ શિક્ષણ આપતી સરકારી શાળાઓ બનાવતા તે ફી ની બચત થઈ છે. તો 200 યુનિટ વીજળી વાપરનારને તદ્દન માફી આપવામાં આવી છે. તેનો એક પણ પૈસો ભરવાનો નહીં. જ્યારે પાણી પર કર લેવાતો હતો તે સંપૂર્ણ માફ કરી દીધો છે, વસુલવામાં આવતો નથી. ત્યારે લોકોના હેલ્થની જાળવણી માટે મહોલ્લા ક્લીનીકો ઊભા કરી દીધા છે જ્યાં લોકોને ફ્રી મા દવા સહિત તમામ તપાસ કરી આપવામાં આવે છે. તો વેપાર-ધંધામાં કર રાહતો આપી છે. કોઈપણ નવનિર્મિત કાર્યોના ઉદઘાટન માટે ખોટા ખર્ચ કરી શોબાજી કરવામાં આવતી નથી. પુલના નિર્માણ માટે રૂપિયા ૫૦૦ કરોડના કે તેથી વધુના ટેન્ડરો આવ્યા પરંતુ કેજરીવાલ સરકારે માત્ર રૂપિયા 200 કરોડમાં બ્રિજ ઉભો કરાવી દીધો અને પ્રજાના 300 કરોડ બચાવી લીધા. તદ ઉપરાંત દિલ્હીના દરેક ધારાસભ્યો પ્રજા વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કરાવે છે. એટલે પ્રજામાં દિલ્હી રાજ્યની કેજરીવાલની “આપ” સરકાર લોકપ્રિય બની છે. તો પીવાના પાણી સ્વચ્છ મળે તે માટે તળાવોને સ્વચ્છ કરવા સાથે પાણીની સ્વચ્છતા માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરી પાણી સ્વચ્છ બનાવી દીધા છે. અને સૌથી અગત્યની મહત્વની બાબત એ છે કે મહિલાઓ બસ પ્રવાસ મફતમાં કરે તેવો નિર્ણય કરી લીધો તેમજ તેનો અમલ પણ કરી દીધો છે. એટલે આમ પ્રજા ખૂબ જ ખુશ છે અને તે પણ કેજરીવાલ સરકારથી….એટલેજ ભાજપ-કોંગ્રેસને માટે દિલ્હીમાં બેઠકો મેળવવી સહેલી નથી તેવી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે…..!
દિલ્હી રાજ્યની ચૂંટણીમાં ભાજપા મુખ્યમંત્રી પદના ઉમેદવારનો ચહેરો જાહેર કરી ચૂંટણી લડવાનો હતો પરંતુ આંતરિક મુખ્યમંત્રી પદની દાવેદારી માટે વીવિધ જૂથોનું દબાણ વધી ગયું હતું એટલે હવે ભાજપા મુખ્યમંત્રી પદનાં ચહેરો જાહેર ન કરે તેવી સ્થિતિ ઉદ્ભવી છે….! તો બીજી તરફ ભાજપ પાસે ચૂંટણી મુદ્દાઓનો અભાવ દેખાય રહ્યો છે. ઉપરાંત દિલ્હી રાજ્ય ભાજપામાં જૂથબંધી ફૂલીફાલી છે. જેમાં ત્રણ જૂથ છે ડોક્ટર હર્ષવર્ધન જૂથ,વિજય ગોયેલનુ જુથ અને મનોજ તિવારીનું જે ભાજપા માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. અને આ બાબત કોંગ્રેસની જેમ ભાજપાને નડી રહી છે…..! જ્યારે કોંગ્રેસ માટે તો અહીં એકડે એક થી શરૂઆત કરવી પડે તેવી સ્થિતિ છે. ભાજપાનુ કે તેના સ્થાનિક નેતાઓ નું કોઈ કામ દિલ્હી વિસ્તારમાં બોલતું નથી…. કારણ કે તેઓ લોકો વચ્ચે ગયા નથી એટલે તેને ચૂંટણી ભારે પડશે તેવી સ્થિતિ બની ગઈ છે…..! તો કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો કામ તો કરે છે પરંતુ આંતરિક ખેચતાણ રહે છે. છતાં પણ કોંગ્રેસ એનપીઆર પ્રશ્ને પ્રજા વચ્ચે ભારે હલ્લો મચાવશે- તો અગાઉની કોંગ્રેસ સરકારે કરેલા કામો આમ પ્રજા વચ્ચે જઈને બતાવશે, તેમ જ નવા વાયદા વચનના આપશે જેથી થોડો ઘણો સહયોગ પ્રજાનો મળી શકે…. દિલ્હી રાજ્ય વિધાનસભામાં ભાજપાના માત્ર ત્રણ ધારાસભ્યો ચૂંટાયા હતા જ્યારે કોંગ્રેસનો એક પણ નહીં… આવી છે હાલની દિલ્હી રાજ્યની સ્થિતિ….!
ભાજપાને દિલ્હી તો ભારે પડયું છે પરંતુ બિહાર પણ આડુ ફાડ્યું છે… નીતીશ કુમારે 150 બેઠક ઉપર લડવાનો દાવો કર્યો છે તેનાથી ઓછી નહી. જે ભાજપા સ્વિકારવા તૈયાર નથી એટલે કદાચ ગઠબંધન રહે નહીં….આવુ બને તો બન્ને પક્ષોને બેઠકો ગુમાવવાનો વારો આવી જાય તેવી સ્થિતિ ઉદભવી છે. અને ભાજપાએ મને કમને નીતીશકુમારના પક્ષ સાથે બેઠક સમજૂતીથી સ્વીકારવી પડે તો તે તેની મજબૂરી હશે. ભાજપાને અને તેના સહયોગી પક્ષોને એનઆરસી-સીએએનો મુદ્દો નડી રહ્યો છે તો હવે તેમાં ઉમેરાયો છે ગેસમાં ભાવવધારો, ટ્રેનોના ભાડામાં વધારો જેનો ઉપયોગ મોટા ભાગના સામાન્ય વર્ગના લોકો જ કરે છે એટલે લોકોનો ભાજપ સામે વિરોધ વધુ પ્રમાણમાં છે… તો અન્ય રાજ્યોમાં નોકરી કરનારા બેરોજગાર બની પોતાના વતન બિહારમાં પરત ફર્યા છે એટલે તેઓ પણ ભાજપાના વિરોધમાં છે…! જે નીતીશકુમારના પક્ષને પણ બેઠક સમજુતી કરે તો ભારે પડે તેમ છે….! એટલા માટે નીતીશકુમારે વધુ બેઠકો માટે દાવો કર્યો છે. ઉપરાંત ભાજપાએ બિહારમાં અન્ય સહયોગી પક્ષોને બેઠક સમજૂતીમાં સાચવી લેવાના છે. એટલે આ બાબતે ભાજપા નેતાગણ ભીસમાં છે. તો કોગ્રેસ પણ મહારાષ્ટ્ર રાજ્યમાથી પાઠ શીખી છે એટલે બિહારમા કેટલાક પક્ષો સાથે ગઠબંધન કરવાની છે જે ભાજપા માટે દુખદ બાબત છે…! બાકી તો સમય કહે તે સાચું…..!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.