Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીની આરએમએલ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 9 લોકોની સીબીઆઈ દ્વારા ધરપકડ

દિલ્હીની આરએમએલ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 9 લોકોની સીબીઆઈ દ્વારા ધરપકડ

33
0

(જી.એન.એસ) તા. 8

નવી દિલ્હી,

સીબીઆઈએ દેશની રાજધાનીમાં એક મોટી મોટી કાર્યવાહી કરતાં આરએમએલ હોસ્પિટલમાં મોટા રેકેટનો પર્દાફાશ કરીને હોસ્પિટલના બે ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો દર્દીઓ પાસેથી સારવારના નામે લાંચ લેતા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં તબીબી ઉપકરણો પૂરા પાડતા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકો સમગ્ર રેકેટ ચલાવી રહ્યા હતા અને સારવારના નામે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલતા હતા.

સૂત્રો દ્વારા મળતા મુજબ કાર્યવાહી કરતા સીબીઆઈએ લાંચમાં સામેલ 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાંચ મોડ્યુલ દ્વારા ભ્રષ્ટાચાર આચરતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલતા હતા. સ્ટેન્ટ અને અન્ય તબીબી જરૂરિયાતોનો પુરવઠો, ખાસ બ્રાન્ડના સ્ટેન્ટનો પુરવઠો, લેબમાં તબીબી સાધનોનો પુરવઠો, લાંચના બદલામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને બનાવટી તબીબી પ્રમાણપત્રો આપવાના નામે દર્દીઓ પાસેથી ઉચાપત કરવામાં આવતી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયા દ્વારા સ્ટુડન્ટ વિઝાનાં નિયમોને કડક બનાવ્યા
Next articleકોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના આરક્ષણને ખતમ કરવા અને મુસ્લિમોને આપવા માટે કાયદો લાવવા માગે છે: પી એમ મોદી